અમદાવાદઃ વેજલપુર વિસ્તારમાં નકલી પોલીસ બનીને લૂંટ ચલાવનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી (Fake Police Caught in Ahmedabad ) પાડયો છે. મહંમદ હમજા નામના આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ (Ahmedabad Crime news 2022) ઉકેલી નાખ્યો છે. જોકે એક આરોપી હજુ ફરાર છે.
દેખાવ બદલી કરતો કાળા કામ
પોલીસ કસ્ટડીમાં ઊભેલા આરોપીનું નામ મહંમદ હમજા શેખ (Fake Police Caught in Ahmedabad ) છે. આરોપીને નકલી પોલીસ બનીને લૂંટ કરતા ગુનામાં પોલીસે ધરપકડ (Ahmedabad Crime news 2022) કરી છે. આરોપીના માથામાં વાળ નથી પરંતુ આ વાળ ન હોવા પાછળનું કારણ સાંભળીને તમે પણ ચોકી જશો. આરોપી નકલી પોલીસ બનીને લૂંટ કરવા જતી વખતે માથામાં લાંબા વાળ રાખતો હતો. લૂંટને અંજામ આપી દીધા બાદ માથામાં મુંડન કરાવીને ખુલ્લેઆમ ફરતો હતો. વેજલપુર વિસ્તારમાં ગઇકાલે આરોપી મહંમદ હમજા અને અન્ય એક સાગરિત સાથે મળીને નકલી પોલીસ બની છરી બતાવીને યુવક પાસેથી 18.500ની લૂંટ ચલાવી ફરાર (Ahmedabad Crime news 2022) થઇ ગયાં હતાં.
આ પણ વાંચોઃ Crime of Robbery in Surat : સુરતમાં 2 કરોડની લૂંટ કરી ભાગતા લુટારુઓ CCTV માં કેદ