ગુજરાત

gujarat

ETV Bharat / city

અનલૉક બાદ પણ રિક્ષાચાલકોને પ્રવાસી ન મળતાં સહાય મેળવવા HCમાં અરજી

રાજ્યમાં અનલૉક 1.0ની જાહેરાતના ત્રણ મહિના બાદ પણ રોજ કમાઈને ખાનાર રિક્ષાચાલક વર્ગને કોરોના ભયના કારણે પ્રવાસી ન મળતાં અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ આર્થિક સહાય કરે તેવી માગ સાથે ગુરુવારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે.

અનલૉક બાદ પણ રિક્ષાચાલકોને મુસાફરો ન મળતાં સહાય મેળવવા HCમાં અરજી
અનલૉક બાદ પણ રિક્ષાચાલકોને મુસાફરો ન મળતાં સહાય મેળવવા HCમાં અરજી

By

Published : Sep 10, 2020, 8:35 PM IST

અમદાવાદઃ રિક્ષાચાલક વર્ગ તરફથી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ખેમરાજ કોષ્ટિ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેટલાક વર્ગના લોકોને સહાય મળવાપાત્ર હોય છે તેમ છતાં આપવામાં આવી નથી. તેલંગાણામાં આવી આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા રિક્ષાચાલકોને સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય કરવામાં આવી છે. જ્યારે કર્ણાટક સરકાર મહિને પાંચ હજાર રૂપિયાનું વળતર ચૂકવી રહી છે. રાજ્યમાં રિક્ષાચાલકોની સરેરાશ આવક 12 થી 15 હજારની છે. જોકે અત્યારે તેમાં 78 થી 81 જેટલો ઘટાડો જોવા મળ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અનલૉક બાદ પણ રિક્ષાચાલકોને પ્રવાસીઓ નહીં મળતાં સહાય મેળવવા HCમાં અરજી
હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં માગ કરાઇ છે કે ગુજરાત સરકાર પણ આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા રિક્ષાચાલક વર્ગને આર્થિક સહાય આપે જેથી કરીને તેઓ આ મુસીબત અને સંકટના સમયનો સામનો કરી શકે. અરજદાર રાજવીર ઉપાધ્યાય દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. નોંધનીય છે કે રાજ્યમાં બેરોજગારી અને આર્થિક સલામતીને લીધે લોકોએ આપઘાત કર્યો હોવાનો પણ ઘણા કિસ્સા સામે આવ્યાં છે.
અનલૉક બાદ પણ રિક્ષાચાલકોને પ્રવાસીઓ નહીં મળતાં સહાય મેળવવા HCમાં અરજી
કોરોના વધુ ન વકરે તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર રીતે દેશના અલગ અલગ વિસ્તારોમાં સ્થિતિ પ્રમાણે માર્ચથી મે મહિના સુધી લૉકડાઉન જાહેર કર્યું હતું. જોકે આ સમયગાળા દરમિયાન ધંધો-રોજગાર બંધ રહેતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં રોજ કમાઈને ખાતાં રિક્ષાચાલક વર્ગનો પણ સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details