- ગુજરાતમાં અશાંત ધારો 1991થી અમલી
- વખતોવખત તેમાં સુધારા વિધેયક આવ્યા
- અમદાવાદમાં કુલ 873 વિસ્તારોમાં અશાંત ધારો લાગું
અમદાવાદ : ગુજરાતમાં 1969 અને 1985-86માં કોમી તોફાનો થયા હતા, જેમાં સૌથી વધુ કોમી રમખાણો અમદાવાદમાં થયા હતા, ત્યારે હિન્દુ પરિવારોએ શહેર વિસ્તારોમાંથી મકાનોનું સ્થળાંતર કરીને શહેરની બહાર સલામત વિસ્તારમાં આવી ગયા હતા. આ ઉપરાંત, લઘુમતી સમાજના લોકોએ શહેર વિસ્તારમાં મકાનો ખરીદીને ત્યાં વસવાટ શરૂ કર્યો હતો. રમખાણવાળા વિસ્તારોમાં મિલકતોનું ખરીદ વેચાણ અટકાવવાના આશયથી રાજ્ય સરકારે( Chief Minister Vijay Rupani ) 1991માં અશાંત ધારો લાવ્યા હતા. તે બાદ વખતોવખત જેમ જેમ જરૂર પડી તેમ તેમ તેમાં સુધારા વધારા કરવામાં આવતા હતા. હાલ વધુ નવા વિસ્તારોને અશાંત ધારા ( Ashant Dharo )માં સમાવી લેવામાં આવ્યા છે.
કોમી રમખાણોવાળા વિસ્તારોમાં અશાંત ધારો લાગું
અશાંત વિસ્તારો કે જે વિસ્તારમાં કોમી તોફાનોના બનાવ બન્યા હતા, તેવા વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે છે, તેમજ ખોટી કનડગત કે હેરાનગતિ ન થાય, ધાકધમકીથી મિલકતો પચાવી ન પાડે અને નાગરિકોની શાંતિ અને સલામતી જોખમાય નહી તે માટે અશાંત ધારો લાવવામાં આવ્યો હતો. કોઈ એક ચોક્કસ સમુદાયના લોકોની ખૂબ વસ્તી વધી ન થાય અને ખાસ કરીને એક ધાર્મિક સમુદાય બીજા ધાર્મિક સમુદાયને મિલ્કત વેચી ન જાય તે પ્રકારની મિલકતને તબદિલી નિયંત્રિત કરતો કાયદો એ અશાંત ધારો કહેવાય છે. આવા વિસ્તારમાં મિલકતની તબદિલી માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી પડે છે.
અશાંત ધારાના ભંગ બદલ સજાની શું જોગવાઈ ?
અશાંત ધારાનો ભંગ સાબિત થાય તો 3થી 5 વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાની દંડની જોગવાઈ છે, અથવા તબદિલ થયેલી મિલકતના જંત્રીના ભાવના 10માં ભાગની રકમમાંથી જે વધુ હોય તે દંડ પેટે ભોગવવાની રહે છે.
1991માં ચીમનભાઈ પટેલે અશાંત ધારામાં સુધારા કર્યા
ગુજરાત કોમી રમખાણોનો ઈતિહાસ ધરાવે છે. 1991માં પૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલે 1986ના અશાંત ધારામાં કેટલાક સુધારા સાથે તેને લાગુ કરવાની સત્તાવાર જાહેર કરી હતી. 2002ના ગોધરાકાંડ બાદ વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વર્ષ 2022 સુધી ગોધરામાં પણ અશાંત ધારો લાગુ કર્યો હતો.
બે વર્ષ અગાઉ સુધારા વિધેયક પસાર થયું
બે વર્ષ અગાઉ ગુજરાત વિધાનસભામાં અશાંત ધારો 1991નું સુધારા વિધેયક આવ્યું હતું, તે સર્વાનુમતે પસાર થયું હતું. આ અશાંત ધારા અનુસાર જે મિલકત તે વિસ્તારમાં પૂર્વ મંજૂરી વગર એક ધાર્મિક સમુદાય બીજા ધાર્મિક સમુદાયની વ્યક્તિને ટ્રાન્સફર કરી શકતી નથી. હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, હિમંતનગર, ગોધરા અને કપડવંજ જેવા વિસ્તારોમાં આ ધારો લાગુ થયો છે. નવા વિધેયક અનુસાર અશાંત વિસ્તારની ફરતે 500 મીટરની જગ્યામાં પણ આ જોગવાઈઓ લાગુ રહેશે.
બે વર્ષ અગાઉ અમદાવાદના 764 વિસ્તારો અશાંત ધારા હેઠળ
બે વર્ષ અગાઉ અમદાવાદ શહેરના 764 વિસ્તારોને અશાંત ધારા હેઠળ આવરી લેવાયા હતા, આવા વિસ્તારમાં સંપત્તિની લે-વેચ પર સરકારની નજર રહેશે. આ ઉપરાંત, એક વિસ્તાર પર કોઈ એક ધાર્મિક સમુદાયનો કબજો ન થઈ જાય તેનું પણ નિયંત્રણ રહેશે. સરકારની મંજૂરી વગર થયેલી મિલકતની લે-વેચ ગેરકાયદે ગણાય છે. પાવર ઓફ એટર્ની દ્વારા પણ મિલકત લે-વેચ કરી શકાશે નહી.
નારોલ અને વટવા 30 જૂન, 2023 સુધી અશાંત ધારા હેઠળના વિસ્તાર