અમદાવાદ:અમદાવાદના રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક બજારમાં(Relief Road Electronic Market) ભારે તેજી જોવા મળી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાપમાન 42થી 44 ડિગ્રી(Ahmedabad Temperature increased) જોવા મળી રહ્યું છે. જેના કારણે ગરમીથી રાહત મેળવવા માટે લોકો એસી, ફ્રીજ, કુલર જેવી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ કરી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીમાં ઇલેક્ટ્રોનિક સાધનોમાં માંગ જોવા મળી ન હતી. આ સમયે કોરોના પણ નથી અને ગરમી વધવાથી લોકોને ઇલેકટ્રોનિક વસ્તુ ખરીદવા મજબૂર બનવાયુ પડ્યું છે.
આ પણ વાંચો:Water problem in Ahmedabad: કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યા સર્જાઈ, ગોમતીપુરમાં આવ્યું ટેન્કર રાજ
માંગ વધતા વેપારીઓમાં આનંદ -અમદાવાદના રિલીફ રોડ ઇલેક્ટ્રિક એસોશિયન પ્રમુખ(President of Relief Road Electric Association) ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભારે ગરમીને કારણે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની માગમાં(Demand for electronic goods) વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 10થી 15 ટકાનો વધારો હોવા છતાં લોકો ખરીદી કરી રહ્યા છે.