અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સંજીવની રથ અનેક વિસ્તારોમાં જઈ ટેસ્ટ કરવામાં આવે છે. આ રથ સાથે એક ડૉક્ટર, એક ફાર્માસિસ્ટ તેમજ પેરામેડિકલ સ્ટાફ અને રથનો પાયલટ હાજર હોય છે. જેઓ આરોગ્ય લક્ષી સેવાઓની સાથે કોરોના ટેસ્ટ પણ પર કરે છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ વધતા હાથ ધરાયા રેપીડ ટેસ્ટ રેપિડ ટેસ્ટ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીથી મોકલાવેલ કિટ દ્વારા કરવામાં આવે છે. જે પરંપરાગત ટેસ્ટ કરતા વધારે સચોટતા ધરાવે છે. પરંપરાગત ટેસ્ટમાં 67 ટકા જેટલી ચોક્કસતા હોય છે.જ્યારે રેપીડ ટેસ્ટમાં 87 ટકા જેટલી ચોક્કસતા હોય છે. પરિણામ પણ ખૂબ જ જલ્દી મળી રહે છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ વધતા હાથ ધરાયા રેપીડ ટેસ્ટ અમદાવાદના મણિનગર અને મિલતનગર વિસ્તારમાં ડૉક્ટર તૃપ્તિ પંચાલની આગેવાની હેઠળ લેબ ટેક્નિશિયન બીજલ પટેલ, પેરામેડિકલ સ્ટાફ અજય રાવળ અને આરોગ્ય સંજીવની રથના પાયલોટ વિપુલ ચેલૈયાની ટીમ ત્રણ મહિનાથી કોરોના વાઈરસમાં સંક્રમણ કાળમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરી રહી છે. 6 જુલાઈથી તેઓ કોરોના રેપીડ ટેસ્ટ કીટ દ્વારા કોરોના ટેસ્ટિંગ કરી રહ્યા છે.તેમના દ્વારા દિવસના સરેરાશ 25 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. આજે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ કલગી એપાર્ટમેન્ટ ખાતે રેપીડ કોરોના ટેસ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં છેલ્લા આંકડા પ્રમાણે 30 ટેસ્ટિંગમાથી 4 વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ વધતા હાથ ધરાયા રેપીડ ટેસ્ટ જો રેપિડ ટેસ્ટમાં વ્યક્તિ પોઝિટિવ આવે તો દર્દીની હાલત પ્રમાણે તેને હોસ્પિટલ મોકલવો કે હોમ કોરોન્ટાઈન કરવો તેનો નિર્ણય કરવામાં આવે છે. જેમાં હોમ કોરોન્ટાઈન દર્દીને એક કીટ આપવામાં આવે છે. જેમાં બે જોડી મોજા,હાથ ધોવા માટે સાબુ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દવા પણ આપવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ વધતા હાથ ધરાયા રેપીડ ટેસ્ટ