ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં પ્રાથમિક શિક્ષણ સમિતિનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું

અમદાવાદઃ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ 2020-21નું બજેટ ગુરૂવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી એલડી દેસાઈએ સ્કૂલ બોર્ડની બેઠકમાં રજૂ કર્યું હતું. રૂપિયા 687 કરોડ 58 લાખ 70 હજારનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું.

Draft budget
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

By

Published : Jan 10, 2020, 2:16 AM IST

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે શહેરમાં હાઇટેક એજ્યુકેશન અને સ્માર્ટ સ્કૂલના નવા લક્ષ્યાંકો સાથે આ વર્ષનું કુલ રૂપિયા બજેટ ગત વર્ષ કરતા 21 કરોડના વધારા સાથે રૂપિયા 687.58 કરોડનું રજૂ કર્યું છે. તેમાં શાળા સજ્જતા માટે 12 કરોડ, શિક્ષક સજ્જતા માટે 15 કરોડ, નવા ભવન માટે 4 કરોડ, નવી શાળા માટે 10 કરોડ, સ્માર્ટ લર્નિંગ કાર્યક્રમ માટે 5 કરોડ, વિજ્ઞાન પ્રયોગશાળા, ઈ-લાયબ્રેરી માટે 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય પંચાયત હસ્તકની 109 શાળાનું 5 કરોડના ખર્ચે હસ્તાંતરણ ચાલુ વર્ષે 25 સ્માર્ટ સ્કૂલ બનાવવાની જોગવાઈ પણ બજેટમાં કરવામાં આવી છે.

ગત વર્ષના બજેટમાં વિદ્યાર્થીઓ અને શાળાની પ્રવૃતિઓ પાછળ 8.78 ટકાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે 11 ટકાનો વધારો કરતા 19.78 ટકા ખર્ચ કરવામાં આવશે. આ વર્ષના બજેટમાં 12 કરોડ રૂપિયા શાળાની સજ્જતા, જિલ્લા પંચાયત હસ્તકની નવી 109 શાળાઓનું હસ્તાન્તરણ અને તેમના કર્મચારીઓના પગારભથ્થા તેમજ નવીનીકરણ પાછળ 34 કરોડ સહિત 124 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details