- મોક્ષવાહીનીનું કરવામાં આવ્યું દાન
- સેવાભાવી સંસ્થા સદવિચાર પરિવારને કરવામાં આવ્યું દાન
- મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ પરિવાર તરફથી મોક્ષવાહીનીનું દાન
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રહ્યા ખાસ ઉપસ્થિત
અમદાવાદઃ અમદાવાદ ખાતે કાર્ય કરતી સદવિચાર પરિવાર સંસ્થા અનેક સામાજિક કાર્ય કરવા માટે જાણીતી છે, સદવિચાર પરિવાર મફત શિક્ષણ, દવા અને હોસ્પિટલમાં જરૂરિયાતમંદોને ટિફિન પહોંચાડવાનું કાર્ય કરે છે.
મોક્ષવાહીનીનું કરવામાં આવ્યું દાન
ઘણા બધા દાતાઓ દ્વારા આ સંસ્થાને દાન આપવામાં આવતું હોય છે. ત્યારે આજના દિવસે અમદાવાદની એક કંપની મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોરોનાના સમયમાં જ્યારે ઘણાં બધાં મૃત્યુઓ થઈ રહ્યા છે અને સરકારી શબવાહીનીઓ માટે પણ રાહ જોવી પડે છે તેવા સમયમાં આ સંસ્થાને મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શબવાહીનીનું દાન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સદવિચાર પરિવારની સેવા ભાવના અને કાર્યને બિરદાવી હતી.
મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સદવિચાર પરિવારને મોક્ષવાહીનીનું દાન સેવાભાવી સંસ્થા સદવિચાર પરિવારને કરવામાં આવ્યું દાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં અને બીજા ડિપાર્ટમેન્ટમાં પણ ઘણીબધી શબવાહીનીઓ છે. પરંતુ આ કોરોના કાળમાં ઘણા લોકોમાં મૃત્યુ થવાના કારણે ઘણીવાર લોકોને રાહ જોવી પડી રહી છે અને તેવા સમયમાં મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ પ્રકારની નવી શબવાહીની કે જેની કિંમત 25 લાખ જેટલી છે અને મૃત્યુ થનારના ઘરના સ્વજનો અંતિમ દર્શન કરી શકે તેવી કાચની પેટીની સગવડતા પણ કરવામાં આવી છે.
વધુમાં આ વિશે મેઘમણી ઇન્ડસ્ટ્રીના ચેરમેન જયંતિ પટેલે કહ્યું હતું કે, આ સમયમાં તેમણે કંપની તરફથી પોતાની સામાજિક જવાબદારી સમજીને આ પ્રકારના કાર્ય કરતા હોઈએ છે. કોરોનાના સમયમાં ઘણાં લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તેવા સમયમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં કંઈક ફૂલ નઈ તો ફૂલ ની પાંખડી સ્વરૂપે આ પ્રકારનું દાન કરવાની પ્રેરણા સદવિચાર પરિવાર જેવી સંસ્થા સાથે મળીને થાય છે.