ગુજરાત

gujarat

ETV Bharat / city

શું તમે ઈચ્છો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમને બર્થ-ડે વિશ કરે ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરીએ ગુજરાતમાં ભાજપના પેજ કમિટીના સભ્યો સાથે 'નમો એપ' થકી સંવાદ (Dialog through 'Namo App') કરશે. તો લોકોના મોબાઈલમાં 'નમો એપ' ડાઉનલોડ (download namo app) કરાવવાનું બીડુ ભાજપે જડપ્યુ છે.

શું તમે ઈચ્છો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમને બર્થ-ડે વિશ કરે ?
શું તમે ઈચ્છો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમને બર્થ-ડે વિશ કરે ?

By

Published : Jan 22, 2022, 10:38 PM IST

અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 જાન્યુઆરીએ ગુજરાતમાં ભાજપના પેજ કમિટીના સભ્યો સાથે 'નમો એપ' થકી સંવાદ (Dialog through 'Namo App') કરશે. આ દિવસે રાષ્ટ્રીય મતદાતા દિન છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022)ઓ આ જ વર્ષમાં હોવાથી મતદાતાઓ સુધી પહોંચવાનું સૂચન વડાપ્રધાન ભાજપના કાર્યકરોને કરી શકે છે. તો લોકોના મોબાઈલમાં 'નમો એપ' ડાઉનલોડ (download namo app) કરાવવાનું બીડુ ભાજપે જડપ્યુ છે.

એક કરોડ કરતા વધુ લોકોએ ડાઉનલોડ કરી 'નમો' એપ

એક કરોડ કરતા વધુ લોકોએ ડાઉનલોડ કરી 'નમો' એપ

2015માં નમો એપ લોન્ચ કરવામાં આવી હતી. 47 MBની આ એપ છે. અત્યાર સુધીમાં એક કરોડ કરતા વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે. IARC દ્વારા એપને 3+નુ રેટિંગ અપાયુ છે. ગુજરાતમાં 05 લાખથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે. 2.5 લાખથી વધુ લોકોએ તેમના રીવ્યુ આપ્યા છે. તે મુજબ એપને 4.4 સ્ટાર મળેલ છે. આ એપ ડાઉનલોડ કરતા કેમેરા, કોન્ટેક્ટ્સ, લોકેશન, માઈક્રોફોન, સ્ટોરેજ અને ટેલિફોન જેવા એક્સેસ માંગે છે.

એપ સાથે કેવી રીતે જોડાવવુ

આ એપ ડાઉનલોડ કરીને ખોલતા તમે મોબાઈલ નંબર અથવા ઇમેઇલ આઈડી દ્વારા તમારુ એકાઉન્ટ (Account in namo app) બનાવી શકો છો. એકાઉન્ટની સુરક્ષા માટે પાસવર્ડ સેટ કરવાનો રહે છે. આ ઉપરાંત OTP દ્વારા અને ગેસ્ટ વિઝિટ પણ કરી શકાય છે. તમે તમારી પ્રોફાઈલ બનાવી શકો છો. ફોટો અપલોડ કરી શકો છો.

એપનું કન્ટેન્ટ

નમો એપ મુખ્યત્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન (PM modi life) અને કાર્યો વિશે માહિતી આપે છે. આ એપ થકી વ્યકતિ ભાજપ સાથે જોડાઈ શકે છે. પાર્ટીને માઇક્રો ડોનેશન આપી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાઈવ તેમજ રેકોર્ડડ સ્પીચ, મન કી બાત, વડાપ્રધાનના સંદેશ અને તેમને લગતા મહત્વના વર્તમાન અને ભૂતકાળના સમાચાર આ એપમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત વડાપ્રધાનના ફોટા વાળી ટી-શર્ટ, કી-ચેઇન, મગ અને તેમને લગતા પુસ્તકો ઓનલાઇન ખરીદી શકાય છે.

વડાપ્રધાનની સફર

આ એપ થકી સરકારના વિકાસ કાર્યો ઉપરાંત વડાપ્રધાનના બાળપણથી અત્યાર સુધીના જીવન સફર વિશે જાણી શકાય છે. તમે ભાજપ સાથે જોડાઈને સેવા આપી શકો છો. તમારી પ્રોફાઇલની માહિતી દ્વારા તમને જન્મદિવસ, પ્રજાસત્તાક પર્વ વગેરેની શુભકામનાઓ વડાપ્રધાન તરફથી મળે છે. તમે તમારો સંદેશ પણ વડાપ્રધાનને મોકલી શકો છો. સરકારના અન્ય મહત્વની વેબસાઇટની લિંક પણ આ એપ પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો:

Delhi Republic Day Pared 2022: દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં કઈક આવી હશે ગુજરાતની ઝાંખી

Nagpur Nude Dance: બંધ દરવાજામાં કપડા ખુલતા અશ્લિલ ડાન્સનો વીડિયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details