ગુજરાત

gujarat

ETV Bharat / city

ધંધુકા તાલુકા યુવા કોંગ્રેસ દ્વારા અનાથ બાળકોને શિક્ષણ સહાયની મદદ

જૂન માસના પ્રથમ સપ્તાહમાં શાળા મહાશાળાઓનો પ્રથમ શૈક્ષણિક સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે, એવા સમયે ધંધુકા તાલુકામાં જે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તેવા ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા હોય અને કોઈપણ ફેકલ્ટીના હોય તેવા બાળકોને મદદ કરવામાં આવશે.

ધંધુકા તાલુકા યુવા કોંગ્રેસ દ્વારા અનાથ બાળકોને શિક્ષણ સહાયની મદદ
ધંધુકા તાલુકા યુવા કોંગ્રેસ દ્વારા અનાથ બાળકોને શિક્ષણ સહાયની મદદ

By

Published : May 30, 2021, 2:23 PM IST

  • ધંધુકા યુવા કોંગ્રેસ દ્વારા માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને શિક્ષણ સહાયની મદદ
  • આવા બાળકોને શિક્ષણ ફી, યુનિફોર્મ, નોટબુક્સ અને પુસ્તકો તેમજ સ્કુલ બેગની સહાય કરાશે
  • આધાર સ્તંભ ગુમાવનાર બાળકોને ધંધુકા તાલુકા યુવા કોંગ્રેસ દ્વારા ત્રણ વર્ષ માટે સહાય કરાશે

અમદાવાદ:ધંધુકા તાલુકામાં આજે જ્યારે કોરોના મહામારીનો કપરો સમય ચાલી રહ્યો છે. ત્યારે કેટલાક પરિવારોનો આધારસ્તંભ એવા માતા કે પિતા ગુમાવેલા છે, તે પરિવારના સભ્યો મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેવા સમયે ધંધુકા યુવા કોંગ્રેસ દ્વારા ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ સહાય આપવા હરપાલસિંહ ચુડાસમા જિલ્લા સદસ્યના માર્ગદર્શન હેઠળ પહેલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:હિંમતનગર શિક્ષણ સંઘ દ્વારા મુખ્યપ્રધાન રાહત ફંડમાં લાખોની સહાય કરાઈ

ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા બાળકોને મદદ કરવામાં આવશે

ધંધુકા તાલુકામાં જે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તેવા ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા બાળકોને મદદ કરવામાં આવશે. "માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને ધંધુકા યુવા કોંગ્રેસ દ્વારા કરાશે શિક્ષણ સહાય" ધંધુકા તાલુકા યુવા કોંગ્રેસ દ્વારા વાલીપણાની મદદ કરવા અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્ય અને ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રધાન, મુંબઈ અને મહારાષ્ટ્રના પ્રભારી એવા હરપાલસિંહ ચુડાસમા અને પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી મહંમદ રઝાના માર્ગદર્શન હેઠળ ધંધુકા તાલુકા યુવા કોંગ્રેસ દ્વારા બાળકોને શિક્ષણ ફી, યુનિફોમ, નોટબુક, પુસ્તકો અને સ્કૂલબેગ સહિતની સહાય કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જે ખરેખર સરાહનીય બાબત ગણી શકાય.

ધંધુકા તાલુકા યુવા કોંગ્રેસ દ્વારા અનાથ બાળકોને શિક્ષણ સહાયની મદદ

આ પણ વાંચો:ઉચ્ચ શિક્ષણ મેળવનાર 753 વિદ્યાર્થીઓને રૂપિયા 3.38 કરોડની સહાય અપાશેઃ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

ત્રણ વર્ષ માટે શિક્ષણ ફી, યુનિફોમ, નોટબુક, પુસ્તકો અને સ્કૂલ બેગ સહિતની મદદ

હરપાલ સિંહ ચુડાસમાના જણાવ્યા પ્રમાણે ધંધુકા તાલુકા વિસ્તારમાં કોરોના કાળમાં જે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તેવા બાળકો માટે વાલીની ખોટ તો અમે પૂરી ના કરી શકીએ પરંતુ તેવા બાળકો ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા હોય અને કોઈપણ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા હોય તેવા બાળકોને મદદ કરવા ધંધુકા તાલુકા યુવા કોંગ્રેસની ટીમને મદદરૂપ થવા સૂચન કર્યું ત્યારે તમામ યુવા કોંગ્રેસ ટીમના સદસ્યોએ સંમતિ દર્શાવતા આવા બાળકોને ત્રણ વર્ષ માટે શિક્ષણ ફી, યુનિફોમ, નોટબુક, પુસ્તકો અને સ્કૂલ બેગ સહિતની મદદ ત્રણ વર્ષ માટે વાલી તરીકે મદદરૂપ થવાની ભાવના વ્યક્ત કરીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details