- અમદાવાદમાં 100 વર્ષની ઉંમરમાં કોરોના થનારા પહેલા પેસન્ટ હતા
- ઘરમાં જ રહ્યા અને હોમ ક્વોરન્ટાઈન થઈ સાજા થયા
- 11 નવેમ્બરે થયો હતો કોરોના, 15 દિવસમાં જ સાજા થયા
અમદાવાદ:100 વર્ષની ઉંમર હોવી એ જ પ્રેરણારૂપ વાત છે અને આ ઉંમરે જો કોરોના થાય અને 15 દિવસમાં તેને માત આપી અને ફરી બેઠા થાઓ તો ખરેખર આનાથી કોરોના સામે લડવાની પ્રેરણારૂપી અક્સીર દવા બીજી કોઈના હોઈ શકે. આ વાત અમદાવાદ શાહિબાગ વિસ્તારમાં રહેતા દેવીબા ચોપરાની છે. જેમની 100 વર્ષની જ ઉંમર છે અને આ ઉંમરમાં તેઓ પણ 4 મહિના પહેલા કોરોના પોઝિટિવ હતા. તેઓ હોમ ક્વોરન્ટાઈન રહીને સાજા થયા હતા. જે બાદ તેમના કિસ્સાઓ સાંભળી હોસ્પિટલમાં રહેલા કોરોનાગ્રસ્ત અનેક સિનિયર સિટીઝનને પ્રેરણા મળી હતી.
આ પણ વાંચો:કોરોના સામેની લડતમાં યોગ અને આયુર્વેદ ફાયદાકારક નીવડી રહ્યા છે, જુઓ વિશેષ અહેવાલ...
હૉસ્પિટલમાં જવાની ડૉક્ટરની સલાહ ન માની
તેમને 11 નવેમ્બર 2020ના રોજ તાવ આવ્યો. પરીવારજનોએ રિપોર્ટ કરાવ્યો તો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ઘરના સભ્યોને ચિંતા થતી હતી. ડૉક્ટર્સે હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી. તેમને આ વાત ન માની અને ઘરમાં જ ક્વોરન્ટાઈન થયા. બે નર્સની 24 કલાકની દેખરેખમાં રહ્યા. પરીવારજનોને રોજ કહેતા,કશું નથી થયું. હું જલદી સાજી થઈ જઈશ. કોરોનામાં તેઓ ફ્રૂટ્સ, જ્યુસ, શીરો વગેરે ઘરનો ખોરાક જ લેતા હતા.