ગુજરાત

gujarat

ETV Bharat / city

Dholera Airport project : 1305 કરોડ મંજૂર કરતાં પીએમ મોદી, જૂઓ શું થશે ફાયદો - Airport development project

વડાપ્રધાન પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીનો (Cabinet Committee on Economic Affairs) ગુજરાત માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. ધોલેરામાં ન્યુ ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ પ્રોજેક્ટ (Dholera Airport project ) માટે 1305 કરોડ રૂપિયા પ્રથમ ફેઇઝના- મંજૂર (Rs 1305 crore sanctioned for New Greenfield Airport development project in Dholera) કરવામાં આવ્યાં હોવાના મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યાં છે.

Airport development project : 1305 કરોડની મંજૂર કરતાં પીએમ મોદી, જૂઓ શું થશે ફાયદો
Airport development project : 1305 કરોડની મંજૂર કરતાં પીએમ મોદી, જૂઓ શું થશે ફાયદો

By

Published : Jun 14, 2022, 7:51 PM IST

Updated : Jun 14, 2022, 8:29 PM IST

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ (Cabinet Committee on Economic Affairs)ધોલેરામાં ન્યૂ ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને રૂ. 1305 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવા મંજૂરી (Rs 1305 crore sanctioned for New Greenfield Airport development project in Dholera) આપી છે. આ પ્રોજેક્ટ આગામી 48 મહિનામાં પૂર્ણ કરવામા આવશે. આ સંદર્ભે આભાર સહ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ (Dholera Airport project )પ્રોજેક્ટના પ્રથમ તબક્કાને મંજૂરી અપાતાં મલ્ટિમોડેલ કનેક્ટીવીટી અને પીએમ ગતિશક્તિના ( PM Gatishakti ) ભવિષ્યલક્ષી આયોજન સફળતાપૂર્વક રીતે સાકાર થઇ શકશે.

આ પણ વાંચોઃ High Court notice to Dholera: ધોલેરા SIR ડેવલોપમેન્ટ ઓથોરિટીને હાઇકોર્ટની નોટિસ

સંયુકત સાહસ છે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ -આ પ્રોજેક્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પલીમેન્ટેશન ટ્રસ્ટ (National Industrial Corridor Development and Implementation Trust ) તથા ગુજરાત સરકારના સંયુકત સાહસ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ (Dholera International Airport Company Limited ) મારફતે સાકાર થવાનો છે. ધોલેરાનું આ સૂચિત ઇન્ટરનેશનલ એરપોર્ટ ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનના કાર્ગો ટ્રાફિક હેન્ડલિંગ દ્વારા આસપાસના ઔદ્યોગિક વિસ્તારોનું કાર્ગો પરિવહન કરશે તથા અમદાવાદ એરપોર્ટના (Dholera Airport project )અન્ય વિકલ્પ તરીકે પણ ઉપયોગી થશે.

આ પણ વાંચોઃ મોદી ડ્રિમ પ્રોજેક્ટ: ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટથી ઇલેક્ટ્રિક વાહનનો યુગ શરૂ થશે

2025-26 સુધીમાં કાર્યરત બનાવવાનું આયોજન -અમદાવાદથી અંદાજે 80 કિલોમીટરના અંતરે આવેલું સૂચિત ધોલેરા એરપોર્ટ (Rs 1305 crore sanctioned for New Greenfield Airport development project in Dholera) આગામી 2025-26 સુધીમાં કાર્યરત બનાવવાનું આયોજન છે. આ એરપોર્ટ શરૂઆતના તબક્કે વાર્ષિક 3 લાખ પેસેન્જરનું વહન કરશે. જે ભવિષ્યના બે દાયકામાં-20 વર્ષમાં વાર્ષિક 23લાખ પેસેન્જર સુધી પહોચવાનો અંદાજ છે. એટલું જ નહી, 2025-26માં વાર્ષિક 20 હજાર ટન કાર્ગો ટ્રાફિક વહન ક્ષમતાને આગામી 20 વર્ષમાં વાર્ષિક 2 લાખ 73 હજાર ટન પહોચે તેવી ધારણા છે. મુખ્યપ્રધાને ડબલ એન્જિન સરકારના બેવડા લાભ સાથે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ (Dholera Airport project )વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ઉપયુકત બનશે તેમ જણાવી કેન્દ્ર સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

Last Updated : Jun 14, 2022, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details