ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં કોરોના વાઇરસના ઝીરો કેસ થાય ત્યારે સ્કૂલો કાર્યરત કરવાની માંગ

કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખી શા‌ળાઓ શરૂ કરવા માટે વાલીઓ પાસેથી અભિપ્રાય લેવાનો આદેશ કર્યો છે. કોરોના સંદર્ભમાં શાળાઓ ફરી ક્યારે શરૂ કરવી તે અંગે વાલીઓનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. ઉપરાંત, શાળાઓ શરૂ થયા બાદ વાલીઓની શાળાઓ પાસે શું અપેક્ષા રહેશે તે અંગેની પણ વિગતો મગાવવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓ શાળા શરૂ કરવાને લઈ અન્ય કોઈ સૂચના આપવા માગતા હોય તો તે પણ મોકલી આપવા જણાવાયું છે.

By

Published : Jul 21, 2020, 5:00 AM IST

રાજ્યમાં કોરોના વાઇરસના ઝીરો કેસ થાય ત્યારે સ્કૂલો કાર્યરત કરવાની માંગ
રાજ્યમાં કોરોના વાઇરસના ઝીરો કેસ થાય ત્યારે સ્કૂલો કાર્યરત કરવાની માંગ

અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોનાના પગલે શાળાઓ બંધ છે અને મોટા ભાગની શા‌ળાઓ ઓનલાઈન એજ્યુકેશન આપી રહી છે. દેશમાં કોઈ એક તબક્કે શાળાઓ ફરી શરૂ કરવાની હોય તે અંગે કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 15 ઓગસ્ટ સુધી શાળા બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી. જેના પગલે ગુજરાતમાં પણ 15 ઓગસ્ટ સુધી બંધ રાખવાનું નક્કી કરાયું હતું.

રાજ્યમાં કોરોના વાઇરસના ઝીરો કેસ થાય ત્યારે સ્કૂલો કાર્યરત કરવાની માંગ

તે દરમિયાન રાજ્યના શિક્ષણપ્રધાન એ તાજેતરમાં શિક્ષણશાસ્ત્રીઓ સાથે વેબિનાર યોજી શાળાઓ ક્યારે શરૂ કરવી તે અંગે ચર્ચા કરી હતી. જેમાં રાજ્યના શિક્ષણશાસ્ત્રીઓએ શાળાઓ શરૂ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો. આ અભિપ્રાયના પગલે શિક્ષણપધાને પણ શા‌ળાઓ શરૂ કરવામાં ઉતાવળ કરવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી. જેના લીધે રાજ્યમાં દિવાળી વેકેશન સુધી શા‌ળાઓ બંધ રહે તેવી શક્યતાઓ ઊભી થઈ છે.

રાજ્યમાં કોરોના વાઇરસના ઝીરો કેસ થાય ત્યારે સ્કૂલો કાર્યરત કરવાની માંગ

બીજી બાજુ કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા હવે વાલીઓ પાસે શાળાઓ ક્યારે શરૂ કરવી તે અંગેના અભિપ્રાયો મગાવ્યા છે. જેમાં વાલીઓને ઓગસ્ટ, સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં શાળાઓ શરૂ કરવી જોઈએ તે અંગેની માહિતી પૂછવામાં આવી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય પણ વાલીઓનો મત જાણ્યા બાદ જ શાળાઓ શરૂ કરવા અંગે નિર્ણય લેશે. આ ઉપરાંત શાળાઓ શરૂ કરવા માટે વાલીઓ પાસે અન્ય એક મંતવ્યમાં પૂછવામાં આવ્યું છે કે જો શાળાઓ શરૂ કરવામાં આવે તો વાલીઓની શાળાઓ પાસે શું અપેક્ષા હશે તે પણ જણાવવા કહેવામાં આવ્યું છે.

રાજ્યમાં કોરોના વાઇરસના ઝીરો કેસ થાય ત્યારે સ્કૂલો કાર્યરત કરવાની માંગ

આ ઉપરાંત શાળાઓ શરૂ કરવાને લઈને વાલીઓએ અન્ય કોઈ મંતવ્ય પણ આપવા હોય તો તે આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં શાળાઓ વહેલી શરૂ કરવાને લઈ વાલીઓ સંમત નથી અને શિક્ષણ વિભાગ પણ શાળાઓ વહેલી શરૂ કરવાના પક્ષમાં નથી. રાજ્યના વાલીઓ જ્યાં સુધી કોરોનાનો કહેર ઓછો ન થાય ત્યાં સુધી શા‌ળાઓ શરૂ કરવાની તરફેણમાં નથી. આ ઉપરાંત વાલીમંડળ દ્વારા તો ચાલુ વર્ષે પણ માસ પ્રમોશનની માગણી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details