● કોરોના વાઈરસના સંક્રમણને કારણે જ્વેલરી બજારમાં ગયા વર્ષ કરતાં 50 ટકા ધરાકી
● આ વર્ષે લાઈટ વેઇટ જવેલરીનો ટ્રેન્ડ
● ધનતેરસે અમદાવાદમાં 350-400 કરોડના આભૂષણો વેચાવાનો અંદાજ
અમદાવાદઃગુજરાત અને ભારતમાં દિવાળીએ સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવાની પરંપરા છે. બીજી તરફ સામાન્ય રીતે દિવાળી બાદ લગ્નસરાની સિઝન પણ આવતી હોય છે, ત્યારે તેને લઈને પણ આભૂષણોની ખરીદી કરવામાં આવે છે. ધનતેરસના દિવસે પણ સારી ખરીદી જોવા મળશે, તેવી આશા જવેલર્સ સેવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ધનતેરસે 350-400 કરોડની ખરીદી થશે તેવો અંદાજ અમદાવાદમાં જ્વેલર્સની દુકાન ધરાવતાં જીગર સોનીએ લગાવ્યો છે.
● દિવાળીને લઈને લોકો જૂના ઘરેણાં કરાવી રહ્યાં છે પોલિશ
સામાન્ય રીતે ધનતેરસના દિવસે ઘરેણા ઉપરાંત લગડી અને સિક્કા પણ વધુ વેચાતા હોય છે. જો કે આ વખતે લાઈટ વેઇટ જવેલરી ખરીદવાનું આકર્ષણ લોકોમાં જોવા મળી રહ્યું છે. 70 થી 80 ગ્રામની જ્વેલરી ખરીદતા લોકો 40-50 ગામની જ્વેલરી ખરીદી રહ્યા છે. આ ઉપરાંત તહેવારો તેમ જ લગ્નસરાને લઈને જૂના ઘરેણા પોલીશ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે.