અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાશે. તેવામાં હવે આમ આદમી પાર્ટી (Gujarat AAP Preperation for Election) પણ પાછી નથી પડી. હવે આપના રાષ્ટ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. ત્યારે હવે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal Gujarat Visit) આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
આ રહેશે કાર્યક્રમ - દિલ્હીના મુખ્યપ્રધાન આ 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓ જામનગરમાં વેપારીઓ સાથે બેઠક (Arvind Kejriwal Jamnagar Visit) કરશે. તેમ જ છોટાઉદેપુરના બોડેલી ખાતે મોટી સંખ્યામાં જન સભાને સંબોધન (Arvind Kejriwal Chhota Udepur Visit)કરશે.
કેજરીવાલ જામનગરથી વડોદરા જશે-દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે (શનિવાર) બપોરે 1 વાગે જામનગર (Arvind Kejriwal Jamnagar Visit) આવશે. અહીં તેઓ શહેરના વેપારી સાથે મિટિંગ કરી તેમને પડી રહેલી મુશ્કેલી, GST, બ્રાસ પાર્ટ સાથે સંકળાયેલા નાના ઉદ્યોગના વેપારી સાથે બેઠક કરશે. ત્યારબાદ તેઓ સાંજે 5 વાગે વડોદરા જવા રવાના થશે. રાત્રિ રોકાણ અહીં જ કરશે.