અમદાવાદઃ ઈમાનદાર પોલીસ અધિકારીઓ ક્યારેય પણ જનતાની સેવા કરવામાં પાછળ નથી પડતાં. આનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે દાહોદના IPS અધિકારી વિજયસિંહ ગુર્જરે (Dahod IPS Vijaysinh Gurjar) . જી હાં, આ IPS અધિકારીએ સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ શેર કરી હતી કે, જેને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ રિટ્વિટ (State Home Minister Harsh Sanghvi retweeted) કરી હતી. સાથે જ ગૃહ રાજ્યપ્રધાન પણ પોલીસના વખાણ કરવા પર મજબૂર બન્યા હતા. તો આવો જાણીએ એવું શું કર્યું આ IPSએ.
પોલીસમાં આવતા લોકોની વર્તણૂક અંગે IPSએ કરી વાત - દાહોદના ઝાલોદ ડિવિઝનમાં નવનિયુક્ત ASP વિજયસિંહ ગુર્જરે (Dahod IPS Vijaysinh Gurjar) સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમણે પોલીસ સ્ટેશનમાં આવતા લોકોની વર્તણૂક અંગે પોસ્ટ (Dahod ASP invites people to come Police Station ) કરી હતી, જેના પર યુઝર્સ પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ ગૃહ રાજ્યપ્રધાને પણ તેમની પોસ્ટને રિટ્વિટ કરી લખ્યું હતું કે, આ છે આપણી ગુજરાત પોલીસ. તો આ IPS અધિકારીની દરિયાદિલી જોઈને લોકોએ તેમના વખાણ કર્યા હતા. સામાન્ય લોકોને પોલીસ સ્ટેશનમાં ડર્યા વગર આવવાનો આપેલો દિલાસો (Dahod ASP invites people to come Police Station) લોકોના દિલમાં વસી ગયો છે.
આ પણ વાંચો-ભાવનગરના યુવાનનુ કસબ: ITI કરતા કરતા જ કર્યું આધુનિક ડિવાઈસનુ નિર્માણ
ASP વિજયસિંહ ગુર્જરે ટ્વિટમાં શું લખ્યું હતું -ASP (અસિસ્ટન્ટ સુપરિન્ટન્ડન્ટ ઑફ પોલીસ) વિજયસિંહ ગુર્જરે (Dahod ASP Vijaysinh Gurjar inspirational story 17એ ગુજરાતીમાં ટ્વિટ કરીને લખ્યું હતું કે, મેં ઝાલોદ ડિવિઝનમાં જોયું છે કે, ગરીબ લોકો ઓફિસમાં પ્રવેશતા પહેલા સ્લીપર, જૂતા વગેરે બહાર મૂકી દે છે. તેઓ ઓફિસમાં ખુરશીઓ પર પણ નહીં બેસે. શું તે આદર, ડર અથવા બીજું કંઈક છે? ASP ઓફિસ અને પોલીસ સ્ટેશન તમારું (Dahod ASP invites people to come Police Station) છે. આવો, બેસો, પાણી લો અને કહો કે અમે કેવી રીતે મદદ કરી શકીએ.