- સાયબર ક્રાઇમે ભેજાબાજ આરોપીની ધરપકડ કરી
- ક્રિકેટ સહિતની મેચ એડવાન્સ બતાવતો હતો, બેન થયેલી પાકિસ્તાની ચેનલોનું પ્રસારણ કરતો હતો
- કોઈ એપ્લિકેશન થકી એડવાન્સમાં બતાવી કરોડોનું નુકશાન થતું હોવાની ફરિયાદ નોંધાઈ હતી
અમદાવાદઃસાયબર ક્રાઇમને (Cyber Crime in Ahmedabad) એક પ્રાઇવેટ ટીવી ચેનલ તરફથી ફરિયાદ મળી હતી. જેમાં તેઓ દ્વારા પ્રસારણ થતી મેચ કોઈ એપ્લિકેશન થકી Pakistani channel એડવાન્સમાં બતાવી તેઓને લાખો કરોડોનું નુકશાન થતું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. કોઈ શખ્સ સિગ્નલ ચોરી અમુક એપ્લિકેશન ડાઉનલોડ કરી તેનું પ્રસારણ લાઈવ બતાવી રહ્યો હતો. સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનાલિસિસ કરતા વેસ્ટ બેંગાલના ગંગાપુરના આરોપીની ધરપકડ કરી.
સ્પોર્ટ્સને લગતા પ્રસારણ તે થોડી મિનિટો પહેલા કરી દેતો
આરોપી એપ્લિકેશન બનાવી સિગ્નલ હેક કરી મેચ પ્રસારણ કરી રહ્યો હતો. સ્પોર્ટ્સને લગતા પ્રસારણ તે થોડી મિનિટો પહેલા કરી દેતો. જેના માટે તે 5,000 લોકો પાસે લેતો. જે ચેનલ મેચ પ્રસારણ કરે તે પહેલાં પ્રકાશિત થાય તેવું આરોપી (Cyber Crime in Ahmedabad) કરતો હોવાનું સામે આવ્યું. આરોપી બેન થયેલી પાકિસ્તાની ચેનલોનું (Pakistani channel) પ્રસારણ કરતો હતો.