અમદાવાદ: અમદાવાદ ડિવિજન પર મંડળ રેલવે મેનેજર દિપક કુમાર ઝાના નેતૃત્વ હેઠળ વરિષ્ઠ મંડળ સુરક્ષા અધિકારી એ.વી. પુરોહિત, સંરક્ષા ટીમ અને અન્ય શાખા અધિકારીઓ અને કર્મચારી દ્વારા માર્ગ ઉપભોક્તા અને સામાન્ય લોકોને રેલવે ક્રોસિંગ સલામત રીતે પાર કરવા માટે લેવામાં આવતી સાવચેતીઓના વિશેના બેનરો, પેંફલેટ, પોસ્ટરો, મોબાઈલ મેસેજીસ, સિનેમા સ્લાઇડ્સ વગેરે દ્વારા જાગરુકતા કરવામાં આવ્યા. પ્રચાર અભિયાન દરમિયાન રેલવે ક્રોસિંગને સલામત રીતે પાર કરવા માટેની સાવચેતીઓને સમજાવવામાં આવી હતી.
અમદાવાદ મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રોસિંગ જાગૃતતા દિવસનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ગુરૂવારે "આંતરરાષ્ટ્રીય લેવલ ક્રોસિંગ જાગરુકતા દિવસ" મનાવવામાં આવ્યો, જેમાં રેલવે ક્રોસિંગને સલામત રીતે પાર કરવા માટે લેવામાં આવતી સાવચેતીઓ અંગે માર્ગ ઉપભોક્તાઓ અને સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
"ઉતાવળ ન કરો", "નિયમોનું પાલન કરો", "કોઈ તમારી ઘરે રાહ જોઈ રહ્યું છે" વગેરે સૂત્રો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
રેલવે ક્રોસિંગ પર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અકસ્માતોને રોકવા તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ ડિવિઝન ઉપર કુલ 510 લેવલ ક્રોસિંગ ગેટ છે. જે તમામ ગેટમેનથી સજ્જ છે. ડાયવર્ઝન, બ્રિજ, અંડર વે વગેરે કાર્યો દ્વારા લેવલ ક્રોસિંગ ગેટની સંખ્યા ઘટાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નોના પરિણામ રૂપે વર્ષ 2019-20 અને વર્ષ 2020-21માં અમદાવાદ ડિવિઝનમાં હજી સુધી કોઈ અકસ્માત થયો નથી.