- રાજ્યમાં કોરોનાનો હાહાકાર
- રાજ્યમાં બુધવારે છેલ્લા 24 કલાકમાં 14,120 કેસો નોધાયા
- હોસ્પિટલોમાં બેડ ફુલ
અમદાવાદ: રાજયમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે છેલ્લા 24 કલાકમાં 14,120 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 8595 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે, જો કે, 24 કલાકમાં 174 લોકોના મોત થયા છે. રાજ્યમાં 1,35,256 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 6830 લોકોના મૃત્યું થયા છે. મંગળવાર કરતા ગુરુવારે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 421 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં કુલ 310 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મૂકાયા