અમદાવાદઃ શિક્ષણ વિભાગમાં રજૂ કરાયેલી NOC બોગસ હોવાથી DPS સ્કૂલના ટોચના અધિકારીઓ મંજુલા શ્રોફ તમામ આરોપીઓના મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટ દ્વારા અગાઉ આગોતરા જામીન ફગાવવામાં આવ્યા હતાં. આ આદેશને હાઇકોર્ટમાં પડકારતા કોર્ટે પૂજા શ્રોફ ના આગોતરા જામીન મંજુર કરવામાં આવ્યા હતા.
DPS સ્કૂલ: કોર્ટે પૂજા શ્રોફના રિમાન્ડ ફગાવ્યા
અમદાવાદ ત્રણ વિસ્તારમાં આવેલી DPS ઇસ્ટ સ્કૂલ બોગસ NOC વિવાદ મામલે હાઈકોર્ટ દ્વારા કેલરોક્ષ ગ્રુપ એમ.ડી. પૂજા મંજુલા શ્રોફના આગોતરા જામીન મંજુર કરાયા બાદ તપાસ માટે પોલીસે 5 દિવસના રીમાન્ડની માંગ કરતા અમદાવાદ મીર્જાપુર કોર્ટ રિમાન્ડની માંગ ફગાવી દીધી છે.
DPS સ્કૂલ: કોર્ટે પૂજા શ્રોફના રિમાન્ડ ફગાવ્યા
શિક્ષણ વિભાગ દ્વારા ડીપીએસ ઇસ્ટ શાળા સંચાલકો કેલરોક્ષ ગ્રુપના એમ.ડી. પૂજા શ્રોફ, હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ સામે બોગસ એનઓસી મુદ્દે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે NOC ગુજરાત સરકારનું ન હોવાથી CBSEએ DPS સ્કૂલની માન્યતા રદ કરી હતી.