આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, કેસ પુરવાર થતો નથી, પુરતા સાક્ષીઓ નથી અને ઘટનાને સમર્થન પણ મળતું નથી તેથી કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુકવા જોઇએ. કેસ ચાલતા ફરિયાદ પક્ષે એડવોકેટ અંકિત પટેલે લેખિતમાં એવી દલીલો રજૂ કરી હતી. જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે, આરોપીઓએ નજીવી તકરારમાં હત્યા કરી છે, કેસ સાબિત થાય તેટલા પુરાવા છે. આરોપીઓને ઓળખી બતાવવામાં આવ્યા છે, આવા ગંભીર કેસમાં સખતમાં સખત સજા થવી જોઇએ.
એડિશનલ સેશન્સ જજ કે.જે. મોદીએ ચુકાદામાંનોંધ કરી હતી કે, આરોપીએ નજીવી તકરારમાં હત્યા કરી હતી. જેના કારણે એક પત્નીએ પતિ અને બાળકોએ પિતાનો આશરો ગુમાવ્યો છે, નજીવી બાબતમાં હત્યા, આરોપીનું કૃત્ય કોઇપણ રીતે દયાને પાત્ર નથી.