- છેલ્લા 24 કલાકમાં 12 પોઝીટીવ કેસ નોંઘાયા
- અમદાવાદમાં છેલ્લા 2 વર્ષમાં પ્રથમ વખત એક પણ કેસ મહીં
- 16 દર્દીઓ કોરોનાને માત આપી
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં જ્યારથી કોરોના વાયરસ દેખા દીધી છે ત્યારબાદ અમદાવાદમાં સતત કેસ આવી રહ્યા હતા પરંતુ આજે એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ પ્રથમ વખત છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં એક પણ નવા કેસ નોંધાયા નથી આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 12 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિઝિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે, સુરત બરોડા અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલડિઝિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 04 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.
આજે 1,49,486 નાગરીકો વેકસીન અપાઈ
13 સપ્ટેમ્બર ના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 1,49,486 કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 59,920 લોકોને વેકસીન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 50,478 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે આજે ગુજરાતમાં રસીકરણ નો આંકડો 5 કરોડને પાર થયો છે રાજ્યમાં કુલ 5,25,77,634 નાગરિકોને વેકસીનેશન કરવામાં આવ્યું છે.