અમદાવાદ: જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 230 નોંધાયો છે, જ્યારે દસક્રોઈમાં 171 અને બાવળામાં 77 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં કરોનાના 22 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી હવે ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યો છે.
વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 151, ધંધુકા 25, વિરમગામ 78, બાવળા 77 અને માંડલ તાલુકામાં કોરોનાના 16 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં કોરોનાના કારણે 54 લોકએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.38 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકની કોરોના હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ગત 24 કલાકમાં 37,000 જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનિટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનિટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય, બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 230 અને સાણંદમાં 151 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજે ૮૭,000 જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યાં હતા.