અમદાવાદ : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરાયેલી વિગતોનું વિશ્લેષણ કરવામાં આવે તો સામે આવે છે કે રાજ્યમાં કોરોનાથી કુલ 26 લોકોના મોત નીપજ્યાં છે, જે પૈકી 23 દર્દીઓને કોરોનાની બીમારી અગાઉ ડાયાબિટીસ, હાઈ-બ્લડ પ્રેશર કે ફેફસાં સંબંધિત બીમારીઓની હિસ્ટ્રી હોય તેવું સામે આવ્યું છે. કોરોનાની સાથે કો-મોરબીડીટી ધરાવનાર 23 દર્દીઓ કે જેમના મોત નિપજ્યા છે તે પૈકી 4 દર્દીઓને ડાયાબિટીસ, 4 દર્દીઓને ડાયાબિટીસની સાથે હાઈ-બ્લડ પ્રેશર, 3 દર્દીઓને હાઈ-બ્લડ પ્રેશર, 5- ફેફસાં સંબંધિત અને અન્ય દર્દીઓને મગર, કિડની સહિતની બીમારીઓ હતી.
કોરોનાથી રાજ્યમાં મૃત્યુ પામનાર 26 લોકો પૈકી 21 દર્દીઓની વય 40 વર્ષ કરતા વધુ હતી. જ્યારે 60 વર્ષથી વધુ ઉંમરના ત્રણ લોકોના COVID 19થી મોત નિપજ્યાં છે. એટલે કહી શકાય કે, ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનાર 80 ટકા દર્દીઓની 40 વર્ષ કે તેનાથી વધુ હતી. નોંધનીય છે કે, ગત સપ્તાહ દરમિયાન જામનગરમાં 14 મહિનાનો બાળકનું પણ કોરોનાથી મોત થયું હતું. રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ 13 મોત અમદાવાદ જિલ્લામાં થઈ છે.
રાજયમાં કો-મોરબીટીડી વગર મૃત્યુ પામનાર માત્ર 3 દર્દીઓ છે, જેમાં જામનગરનો 14 મહિનાનો બાળક અને અમદાવાદના 65 અને 70 વર્ષીય પુરુષ સામેલ છે. રાજ્યમાં કોરોના કુલ 572 પોઝીટીવ કેસ નોંધાયા છે, જે પૈકી 507 લોકલ ટ્રાન્ઝમીશન થકી ફેલાયા છે. એટલે કે 88 ટકા કેસ ગુજરાતમાં લોકલ ટ્રાન્ઝમિશનથી ફેલાયા છે. રાજ્યમાં કોરોના વધુ ન ફેલાય તેના માટે ક્લસ્ટર કન્ટેનમેન્ટ વિસ્તારમાં રેપીડ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહી છે. જેનાથી સર્વલાન્સ થકી વહેલું નિદાન થઈ શકે.
કોરોનાથી મૃત્યુ પામનાર 26 પૈકી 23 દર્દીઓ ડાયાબિટિસ, ફેફસાં સહિતની બીમારીઓ ધરવતા હતા
કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાથી 26 લોકોના મોત નિપજ્યા છે ત્યારે 26 પૈકી 23 દર્દીઓ એવા છે કે જેમને કોરોનાની સાથે હાઈ-બ્લડ પ્રેશર, ડાયાબિટિસ, ફેફસાની બીમારી સહિતની કો-મોરબીડીટી બીમારીઓ હતી. સામાન્ય ભાષામાં કહીએ તો કોરોના પહેલા ડાયાબિટીસ, હાઈ-બ્લડ પ્રેશર અને ફેફસાની બીમારી હોય તેવા દર્દીઓના વધુ મોત નિપજ્યાં છે.
કોરોનાથી મૃત્યુ પામનાર 26 પૈકી 23 દર્દીઓ ડાયાબિટિસ
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં કોરોના પૉઝિટિવના 320 દર્દીઓ નોંધાયા છે. જે પૈકી માત્ર 42 દર્દીઓ જ વિદેશ કે આંતરિક પ્રવાસની હિસ્ટ્રી ધરાવે છે, જ્યારે 278 કેસ લોકલ ટ્રાન્સમીશન થકી ફેલાયા છે.
અમદાવાદથી રિપોર્ટર આકિબ છીપાનો વિશેષ અહેવાલ