અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ ફરી એક વાર વધી (Corona Cases in Ahmedabad) રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID)માં એક સાથે 24થી વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Corona cases in NID) આવ્યા હતા. તેના કારણે તંત્ર દોડતું થયું છે. જ્યારે પાલડી વિસ્તારમાં આવેલા NID કેમ્પસના બોય્ઝ હોસ્ટેલનો સી બ્લોક માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (NID Boys Hostel Micro Contentment Zone) જાહેર કરાયો છે.
કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ પણ આવ્યા કોરોનાની ઝપેટમાં - પાલડીમાં આવેલા NID કેમ્પસમાં થયેલા કોરોના ટેસ્ટિંગમાં (Corona testing in NID) 24 કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા. આ પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશના હોવાનું પણ જાણવા મળ્યું હતું, જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે (Corona Cases in Ahmedabad) પગલાં લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો-Swasthya Chintan Shibir 2022: સરકાર સાચી કે WHO, શું બોલ્યા મનસુખ માંડવિયા...
શૈક્ષણિક કાર્ય બંધ -NID કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓમાં સંક્રમણના ફેલાય તે માટે શૈક્ષણિક કાર્ય બંધ (Closed academic work in NID) કરવામાં આવ્યું છે. આ સાથે બોયઝ હોસ્ટેલનો C બ્લોક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે અને 178 વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશનમાં (NID Boys Hostel Micro Contentment Zone) રાખવામાં આવ્યા છે. ત્યારે હવે અચાનક કોરોના વિસ્ફોટ થતાં તંત્ર દોડતું થયું છે અને પોઝિટિવ (NID Boys Hostel Micro Contentment Zone) આવેલા વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ પણ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો-Grey Cloth Production In Surat: સુરતમાં 2 લાખ કારીગરોના એક નિર્ણયથી ટેક્સટાઇલ ઉદ્યોગને પડ્યો કરોડોનો ફટકો
વિદ્યાર્થીઓનું ચેકિંગ શરૂ - હાલમાં NID કેમ્પસમાં તમામ વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટની તપાસ (Corona testing in NID) કરવામાં આવી રહી છે તેમજ દરેક વિદ્યાર્થીઓની ચેકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધી ર(Corona Cases in Ahmedabad) રહ્યા છે ત્યારે રાજ્યમાં કુલ 37 કોરોના કેસો વધીને આવ્યા છે. ત્યારે શું કોરોના ફરી આવશે કે, કેમ તેને લઈને લોકોમાં એક ભય ઉભો થયો છે.