ગુજરાત

gujarat

ETV Bharat / city

EXCLUSIVE: અમિત ચાવડાએ કહ્યું-  BTP અને AIMIM ભાજપની B અને C ટીમ - અમદાવાદ લેટેસ્ટ ન્યૂઝ

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં જ ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે, તો બીજી તરફ BTP અને AIMIMના ગઠબંધનને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ETV BHARAT સાથે વાતચીત કરી હતી.

local body elections 2021
local body elections 2021

By

Published : Dec 28, 2020, 7:41 PM IST

Updated : Dec 28, 2020, 7:59 PM IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી
  • BTP અને ઓવૈસીને લઈ કોંગ્રેસે તોડ્યું મૌન
  • BTP અને AIMIMએ કર્યું ગઠબંધન

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થવાના ભણકારા વાગી રહ્યા છે. તેની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષની મંજૂરીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ 6 કમિટીના ચેરમેનની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. તેની સાથે કો-ઓર્ડિનેશન કમિટી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં 25 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ જાહેરાતથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ નેતા પરેશ ધાનાણી રાજીનામાના વિવાદનો કામ ચલાઉ અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

  • કોંગ્રેસ ક્યા મુદ્દાઓને લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે..?

ફેબ્રુઆરીના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન થઇ શકે છે. જે અંગે ETV BHARAT સાથેની વાતચીતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડે જણાવ્યું હતું કે, જે રીતે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ મોંઘવારી અને મિસ મેનેજમેન્ટ ભ્રષ્ટાચાર સહિતના કેટલાક મુદ્દાઓને લઈ કોંગ્રેસ હાલ બેઠકો કરી રહી છે. જેને લઇ ગુજરાતના લોકો ચોક્કસ નારાજ જોવા મળી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નક્કી કરેલા નિર્ણય અને સામાન્ય લોકોના અધિકારો ભાજપ દ્વારા ખેંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ એવું માની રહી છે કે, ગ્રામ્યમાં તેમનો ગઢ મજબૂત છે અને ગ્રામ્યમાં હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને ખેડૂતોને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓમાંથી તેઓ કેવી રીતે બહાર આવી શકે તે તમામ વાતો ખેડૂતોને સમજાવવામાં આવશે.

  • નવનિયુક્ત કોંગ્રેસની ટિમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું કરશે કામગીરી

કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા થોડાક દિવસો પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ નવનિયુક્ત કોંગ્રેસની ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં કોઓર્ડીનેશન સભ્યોની પણ નિમણૂક કરી દેવામાં આવી હતી. તેને લઈ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બેઠકમાં ખાસ કરીને અને હાલમાં ચાલી રહેલા અલગ-અલગ ગ્રામ્ય તથા સ્થાનિક કક્ષાએ ચાલી રહેલા મુદ્દાઓને લઇ ચર્ચા વિચારવિમર્શ કરવામાં આવી રહ્યો છે. જેમાં નવનિયુક્ત રચાયેલી કમિટીમાં જે સભ્યોની રચના થઈ છે તેઓને સ્થાનિક મુદ્દાઓ ભેગા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જે બાદ કોંગ્રેસ તમામ મુદ્દાઓને લઇ સમીક્ષા કરશે અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકારી કરેલા વાયદાઓ સાથે સ્થાનિકોને પડી રહેલી પારાવાર મુશ્કેલીનું દ્રશ્ય તે જ સામાન્ય લોકો વચ્ચે મૂકવાનું કામ નવનિયુક્ત ટિમને સોંપવામાં આવ્યું છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે ખાસ વાતચીત
  • BTP અને AIMIM ભાજપની B અને C ટિમ છેઃ કોંગ્રેસ

BTP અને AIMIMના ઘાટ બન્ને લઈ કોંગ્રેસે ETV BHARATની વાતચીત દરમિયાન મૌન તોડ્યું હતું અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આખી દુનિયા જાણે છે કે કોંગ્રેસને કેવી રીતે ડેમેજ કરવું એ કામ માત્ર ભાજપ જાણી રહી છે. હવે ભાજપની B અને C ટીમ તે કામ કરી રહી છે. પરંતુ લોકો ભાજપની રણનીતિ જાણી ગયા છે. ભાજપને ફાયદો કેવી રીતે કરાવી શકાય અને કોંગ્રેસની વોટબેંક કેવી રીતે તૂટી શકે તેના પર ધ્યાન આપે છે. પરંતુ કોંગ્રેસ પ્રમુખનું માનવું છે કે, ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે, પોતાનો મત કયા ઉમેદવારને આપવો તેમને ખૂબ જ સારી રીતે ખબર છે. એટલે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ બહુ મોટો ઝટકો નહીં પડે તેવું તેમનું માનવું છે.

  • રાજીનામાના વિવાદનો કામ ચલાઉ અંત

ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોને લઇને પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. જેની નૈતિક જવાબદારી સ્વીકારી હાઈ કમાન્ડમાં રાજીનામું ધરી દીધું હતું. પરંતુ રાજીનામાના વિવાદનો હાલ કામ ચલાવું અંત આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે, ફરી એક વખત હાઈ કમાન્ડ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીને કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવી છે. જોકે સૂત્રો એક તરફથી જણાવી રહ્યા છે કે, પક્ષમાં કેટલાક લોકો હાઈ કમાન્ડના આ નિર્ણયને લઈને નારાજ પણ જોવા મળી રહ્યા છે.

  • કોંગ્રેસમાં પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા બનવાના સપના પર રેડાયું ઠંડુ પાણી

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હાર પાછળ પોતાની જવાબદારી સ્વીકારીને હાઇકમાન્ડને રાજીનામું આપી દીધું હતું. આ રાજીનામાંના પગલે ગુજરાત કોંગ્રેસના નેતા કોણ તેમજ પ્રદેશ વિરોધ પક્ષના નેતાના નામો ચર્ચામાં આવી ગયા હતા. જોકે, કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ વિવિધ કમિટી તથા કોઓર્ડીનેશન ટીમની જાહેરાત કરીને વિવાદનો અંત લાવી દીધો છે. આમ જોવા જઈએ તો પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા પદ મેળવવાના સપના જોનારા કાર્યકર્તાઓ પર કોંગ્રસે ઠંડુ પાણી રેડી દીધું છે.

કઈ કમિટીની કમાન કોના હાથમાં, જુઓ...

  1. ચૂંટણી ઢંઢેરા કમિટીના ચેરમેન- દીપક બાબરીયા

  2. કેમ્પેઇન કમિટીના ચેરમેન- અર્જુન મોઢવાડિયા

  3. સ્ટેટેજી કમિટીના ચેરમેન- ભરતસિંહ સોલંકી

  4. ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન- સિદ્ધાર્થ પટેલ

  5. મીડિયા અને પબ્લિક સિટી કમિટીના ચેરમેન- તુષાર ચૌધરી

  6. પ્રોગ્રામ ઇમ્પ્રૂવમેન્ટ કમિટીના ચેરમેન- કાદરી પીરઝાદા

Last Updated : Dec 28, 2020, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details