ગુજરાત

gujarat

ETV Bharat / city

Contempt Hearing In Gujarat High Court: અધિકારીને કોર્ટે કહ્યું- ઘરે ફોન કરીને કહી દો કે તમે જેલમાં જાઓ છો

ભાવનગરના રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ (road and building department bhavnagar)ના 11 કર્મચારીઓને પગાર ન આપવા અને કોર્ટના આદેશનો તિરસ્કાર કરવા મામલે ગુજરાત હાઇકોર્ટ (Contempt Hearing In Gujarat High Court)માં સુનાવણી થઈ હતી. કોર્ટે હાજર રહેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર (executive engineer bhavnagar road and building department)ને કહ્યું હતું કે, તમે ઘરે ફોન કરીને કહી દો કે આજે સાંજે તમે ઘરે નહીં આવો, જેલ જઈ રહ્યા છો. ઉલ્લેખનીય છે કે કુલ 11 જેટલા કર્મચારીને તેમના રજા પગારના સરેરાશ 3.50 લાખથી 3.75 લાખ રૂપિયા ચૂકવવાના થાય છે, પણ ચૂકવાયા નથી.

Contempt Hearing In Gujarat High Court: અધિકારીને કોર્ટે કહ્યું- ઘરે ફોન કરીને કહી દો કે તમે જેલમાં જાઓ છો
Contempt Hearing In Gujarat High Court: અધિકારીને કોર્ટે કહ્યું- ઘરે ફોન કરીને કહી દો કે તમે જેલમાં જાઓ છો

By

Published : Dec 6, 2021, 6:28 PM IST

  • કર્મચારીઓને રજા પગાર ન ચુકવતા કોર્ટમાં કન્ટેમ્પ્ટની સુનાવણી
  • અગાઉ કોર્ટનો આદેશ છતાં પાલન ન કરાતા થઈ સુનાવણી
  • આગામી સુનાવણી 16મી ડિસેમ્બરે યોજાશે

ભાવનગર: ભાવનગરના રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ (road and building department bhavnagar)ના 11 જેટલા રોજમદારોને રિટાયરમેન્ટ બાદ 300 દિવસનો રજા પગાર ન મળતા હાઇકોર્ટ સમક્ષ કોર્ટના આદેશના તિરસ્કાર બદલ સુનાવણી થઈ હતી. અગાઉ કોર્ટનો આદેશ છતાં તેનું પાલન ન કરાતા સુનાવણી (Contempt Hearing In Gujarat High Court) દરમિયાન ઉપસ્થિત રહેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર (executive engineer bhavnagar road and building department)ને કોર્ટે પૂછ્યું હતું કે, શું તમારી પાસે ફોન છે? હોય તો કોર્ટની બહાર જઈ તમારા ઘરે કોલ કરીને કહી દો કે, તમે આજે સાંજે ઘરે નહીં આવો, તમે જેલ જાઓ છો.

કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આવતા સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી

આ મુદ્દે કર્મચારીઓનો હાઇકોર્ટમાં પક્ષ રજૂ કરનારા એડવોકેટ મુકેશ મિશ્રાએ Etv ભારતને જણાવ્યું હતું કે, 300 દિવસનો રજા પગાર રિટાયર થયા પછી રોકડમાં મળતો હોય છે, જે ન મળતા સિંગલ જજ બેન્ચ સમક્ષ પિટિશન કરવામાં આવી હતી. બેંચે પણ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો આવતા સરકાર સુપ્રીમ કોર્ટ (road and building department bhavnagar case in supreme court)માં અપીલ માટે ગઈ હતી.

સુપ્રીમ કોર્ટે પણ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો

તેમણે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ અમે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટની અરજી કરી હતી. અગાઉ પણ કોર્ટે કેટલાક નિર્દેશો આપ્યા હતા કે, સંલગ્ન અધિકારી કોર્ટમાં હાજર રહે. દિવાળી પહેલા પણ કોર્ટે પૈસા ચૂકવવા કહ્યું હતું, પણ આજ સુધી ચૂકવાયા નથી. કોર્ટે અધિકારીને કહ્યું કે, ઘરે કોલ કરી કહો કે તમે જેલ જાઓ છો.

હાઈકોર્ટ કહ્યું- તમે ઘરે ફોન કરીને કહી દો કે તમે જેલ જઈ રહ્યા છો

હાઈકોર્ટ સમક્ષ હાજર રહેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયરને ચીફ જસ્ટિસ અરવિંદકુમાર (chief justice of gujarat high court arvind kumar)ની ખંડપીઠે કહ્યું કે, તમે કોર્ટરૂમની બહાર જઈને તમારા ઘરે કોલ કરો અને તેમને કહો કે આજે સાંજે તમે ઘરે નહીં આવો, પણ જેલ જઈ રહ્યા છો. હાઇકોર્ટની આ ટકોર બાદ અધિકારીએ પૈસા ચૂકવી દેવાની મૌખિક બાંહેધરી આપી હતી. આગામી સુનાવણી 16મી ડિસેમ્બરે રાખવામાં આવી છે. આ સાથે આગામી સુનાવણીમાં તમામ જવાબદાર અધિકારીઓને પણ હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

ભાવનગરના રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કુલ 11 જેટલા રોજમદારોને તેમના રજા પગારના સરેરાશ 3.50 લાખથી 3.75 લાખ રૂપિયા ચૂકવવાના થાય છે, પણ ચૂકવાયા નથી. આ રોજમદારોને અગાઉ 10 વર્ષની સર્વિસ બાદ કાયમી કરવામાં આવ્યા હતા. સમયાંતરે લોકો રિટાયર થવા લાગ્યા, જેની સામે તેમને પેન્શન અને અન્ય લાભો મળ્યા, પરંતુ રજા પગાર ન મળતા કોર્ટમાં પિટિશન (petition in gujarat high court) કરવામાં આવી હતી. રજા પગાર ન ચૂકવવા પાછળ સરકારનું કહેવું છે કે, રોજમદાર હોવાના કારણે GCR મુજબ 300 દિવસનો રજા પગાર મળવાપાત્ર નથી.

આ પણ વાંચો: Sabarmati River Pollution: હાઇકોર્ટે ઝાટકણી કાઢી, કહ્યું- અમને GPCBના રિપોર્ટ પર વિશ્વાસ નથી

આ પણ વાંચો: modern tenancy Act:મકાનમાલિક અને ભાડુઆતી વચ્ચેની મુશ્કેલીઓનો હલ લાવશે

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details