- મહીસાગરમાં ડોકટરના ઈલાજે દર્દીનું થયું મોત
- પથરીનું નિદાન કરતા ડોકટરે કિડની જ કાઢી લીધી
- દર્દીનું ચાર મહિના બાદ થયું અવસાન
અમદાવાદઃ ઘટનાની વિગત એવી છે કે વર્ષ 2011માં ખેડાના દેવેન્દ્રભાઈ રાવલને અચાનક પેટના ભાગે સખત દુખાવો થતા તેમણે KMG Hospital માં તપાસ કરાવી હતી. જ્યાં નિદાનમાં તેમને પથરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પરિવારજનોએ સપ્ટેમ્બર 2011માં તેમનું ઓપરેશન કરાવવાનું નક્કી કરતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોકટરે તેમની પથરી કાઢવાને બદલે Kidney કાઢી લેતા પરિવારને જણાવ્યું હતું કે દેવેન્દ્રભાઈના શરીરમાં ઇન્ફેક્શન વધી જવાને કારણે કિડની કાઢવી પડી છે. ડોકટરના આવા ઉપચારને કારણે દેવેન્દ્રભાઈનું 4 મહિનામાં જ અવસાન થયું હતું.
કોર્ટે શું કર્યો આદેશ?
Consumer court એ KMG Hospital સામે ઉગ્ર વલણ અપનાવતા 7. 5 ટકાના વ્યાજ સાથે 11. 27 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે હોસ્પિટલની બેદરકારીને કારણે જ દર્દીનું સીધી રીતે અથવા આડકતરી રીતે મોત થયું છે. આમ કોર્ટે નવ વર્ષ બાદ ગ્રાહકની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો કે હોસ્પિટલની ઘોર બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હતું.