અમદાવાદ: એક તરફ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ રિસોર્ટમાં જવાના ઇનકાર કર્યો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યો હતો કે, કોંગ્રેસના રાજીનામું આપેલા એક પણ ધારાસભ્ય ભાજપમાં જોડાયેલા નથી. ત્યારે કોંગ્રેસ સામેથી ભાજપના ધારાસભ્યોને સંપર્કમાં છે તેમ જણાવી રહ્યું છે તે પાછળ તેમની મેલી મુરાદની જાણ થાય છે.
કોંગ્રેસ પોતાનું ઘર સંભાળે, જૂઠાં આક્ષેપો કરવાનું ટાળે : ભરત પંડ્યા
રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષના કુલ આઠ ધારાસભ્યોએ અત્યાર સુધીમાં રાજીનામું આપી દીધું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ભાજપ પર જોડતોડની રાજનીતિ કરવાનો આક્ષેપ લગાવાયો છે.
કોંગ્રેસ પોતાનું ઘર સંભાળે,જુઠ્ઠા આક્ષેપો કરવાનું ટાળે : ભરત પંડ્યા
કોંગ્રેસે સૌપ્રથમ તો પોતાના ઘરના સભ્યો પર ધ્યાન આપવું જોઈએ. ત્યારબાદ બીજા ઉપર આક્ષેપો કરવા જોઈએ. એટલે કોંગ્રેસ પહેલાં તો પોતાનું ઘર સંભાળે.રાજ્યસભાની ચૂંટણી આગામી 19 તારીખે યોજાનાર છે. ત્યારે તેને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. અને કોંગ્રેસ તથા ભાજપ દ્વારા એકબીજા પર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો પણ વધ્યાં છે.