- સી.પ્લેન ભાજપનું દર વખતનું ગતકડુંઃ કોંગ્રેસ
- પ્રજા મોંઘવારીની માર સહન કરે સરકાર તાઈફઓમાં મસ્તઃ કોંગ્રેસ
- પેટાચૂંટણીમાં સરકારને પ્રજા આપશે જવાબ
અમદાવાદઃઆગામી દિવસોમાં ગુજરાતના પ્રવાસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે. ત્યારે ગુજરાતમાં સી.પ્લેન પ્રારંભ કરવામાં આવશે. ત્યારે તેને લઈને કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ચૂંટણી આવે ત્યારે સી.પ્લેન આવે એરોપ્લેનએ આવી જાય છે. આતંકવાદીઓ પણ આવી જાય છે. આ બધા જ ચૂંટણી આવે ત્યારે જ આવે છે. સી.પ્લેન તો કોઈ નવી વાત નથી માત્ર એક ગતકડું છે, આ પહેલા જ ગુજરાતની જનતા રો-રો ફેરીના અખતરા જોઈ ચુકી છે