અમદાવાદઃ રાજ્યમાં છેલ્લાં બે દિવસથી પડેલાં ભારે વરસાદના કારણે ધોળકા તેમજ બાવળા વિસ્તારમાં ભારે નુકસાન થયુ છે. પરિણામ સ્વરુપે રોડ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ગુજરાતમા થયેલી અતિવષ્ટિમાં ખેડૂતોનો પાકનો નાશ થયો છે. જેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ અમીત ચાવડા સહિતનું એક પ્રતિનિધિ મંડળ આવતીકાલે બુધવારે બાવળા તેમજ ધંધુકાની મુલાકાતે જવાના છે.
અમદાવાદઃ વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગે જાત નિરીક્ષણ કરવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ આજે ધોળકા અને બાવળાની મુલાકાતે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા બુધવારે ધોળકા અને બાવળાની મુલાકાત લેશે. જ્યા તેઓ ખેડૂતોના ખેતરોમાં થયેલા નુકસાન સહિત વિસ્તારોમાં થયેલા નુકસાનીનો આંક મેળવશે, ત્યારબાદ સરકાર સામે મજબૂતાઈ સાથે વિરોધ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
જ્યા તેઓ અતિવષ્ટિના કારણે તે સ્થળ સ્થિતિની સાથે ખેડૂતો સહિત સ્થાનિક રહીશોને કેટલું નુકસાન થયું છે, તેની વિગતો મેળવીને સરકાર સમક્ષ રજૂ કરશે. તાજેતરમાં રાજ્યમાં થયેલી અતિવૃષ્ટીમાં ખેડૂતોને થયેલા પારાવાર નુકસાનીનો સ્થળ સ્થિતિનો અભ્યાસ કરવા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળ આવતી કાલે જિલ્લાના બાવળા અને ધોળકા તાલુકાના ગામોનો પ્રવાસ કરવાના છે.
કોંગ્રેસ પ્રમુખ વહેલી સવારે પહેલા 9.00 કલાકે ઓનેસ્ટ હોટલ, બાવળા જશે ત્યાં ખેડૂતો સાથે વાતચીત કરશે. ત્યારબાદ સવારે 9.30 કલાકે અરણેજ થઇ ગુંદી ખેતરોમાં થયેલા નુકસાન અંગે આંક મેળવશે. સવારે 10.30 કલાકે ઉટેલીયા, સવારે 11.00 કલાકે મીઠાપુર, બપોરે 12.00 કલાકે ભમાસરા તમામા ગામે ખેડૂતોને જાતે મળીને વરસાદ દરમિયાન પડેલી મુશ્કેલીનો તાત મેળવશે. બાદમાં બપોરે 12.30 કલાકે ડિજિટલ મેમ્બરશિપના કાર્યક્રમમાં હાજરી આપશે.