અમદાવાદઃ કોંગ્રેસને કોરોનાનો બીજો ઝટકો લાગ્યો છે. ગઈકાલે એમએલએ ઇમરાન ખેડાવાલા તો આજે બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
AMC ના પૂર્વ વિપક્ષી નેતા બદરુદ્દીન શેખનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. હાલ બદરુદ્દીન શેખ અને સારવાર હેઠળ ખસેડાયાં છે. મહત્વનું છે કે કાલે જ કોંગ્રેસના ધારાસભ્યોએ ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો અને આજે કોંગ્રેસના બીજા નેતાનો રિપોર્ટ આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યાં પ્રમાણે ઈમરાન ખેડાવાલાની તબિયત અત્યારે સારી છે.
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં બાદ ધારાસભ્યોમાં અને નેતાઓ ફફડાટ જોવા મળ્યો છે. કેમ કે, આ વાયરસ સંક્રમણમાં આવવાથી ફેલાતો હોવાનો કારણે ઈમરાન ખેડાવાલા સાથે મળેલા તમામ લોકોને આ વાયરસનો ખતરો વધી જાય છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું પણ સેમ્પલ લેવામાં આવ્યું છે. આ સહિત જમાલપુર સ્થિત દેવડીવાળા ફલેટને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. તેમ જ ફ્લેટમાંથી 30 લોકોના સેમ્પલ પણ લેવામાં આવ્યાં છે. ડ્રાઈવર તથા ભત્રીજાને હોમ કોરોન્ટાઈન થવા સૂચના આપી દેવામાં આવી છે.
કોંગ્રેસને કોરોનાનો મોટો ઝટકો, બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ
AMCના પૂર્વ વિપક્ષી નેતા બદરુદ્દીન શેખનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. હાલ બદરુદ્દીન શેખને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં છે
કોંગ્રેસના બીજા નેતા બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ
ત્યારે કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે આજથી અમદાવાદના કોટ વિસ્તારમાં કર્ફ્યુ લાગુ કરાયો છે. શહેરના કોટ વિસ્તાર ઉપરાંત દાણીલીમડા વિસ્તારમાં પણ કર્ફ્યુ જાહેર કરાયો છે. આ કર્ફ્યુ 21 એપ્રિલ સુધી કર્ફ્યુ અમલમાં રહેશે. કરફ્યુના અમલના ગાળા દરમિયાન કોઈપણ પુરુષ બહાર નીકળી શકશે નહીં.