અમદાવાદના ગાંધી આશ્રમ સામે આવેલા મેદાનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રભારી રાજીવ સાતવ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ધ્વજવંદન કરીને પાર્ટીનો 135મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. જ્યારબાદ સરકારની નીતિઓ સામે આંદોલન શરૂ કરવાની તૈયારી કરી હતી.
કોંગ્રેસની 135માં સ્થાપના દિવસે સંવિધાન બચાવો રેલી
અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પક્ષના 135માં સ્થાપના દિવસ નિમિતે ગાંધી આશ્રમની સામે આવેલા મેદાનમાં ધ્વજવંદન કરીને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના હદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ધ્વજવંદન બાદ કોંગ્રેસે ગાંધી આશ્રમથી નારણપુરા સુધી સંવિધાન બચાવો રેલી યોજી હતી.
કોંગ્રેસે 135માં સ્થાપના દિવસે સંવિધાન બચાવો યાત્રા યોજી
કોંગ્રેસના તમામ આગેવાનોએ સાથે મળીને સંવિધાન બચાવો અને દેશ બચાવો રેલી યોજી હતી. આ રેલી પગપાળા ગાંધી આશ્રમથી નારણપુરા સુધી રાખવામાં આવી હતી. આ યાત્રામાં તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.