અમદાવાદ:બિનસચિવાલય પરીક્ષા રદ થતા કોંગ્રેસના પ્રહાર કર્યા (cancellation of Bin Sachivalay exam) હતા. પહેલા સરકારી નોકરી માટે 25 લાખ ફોર્મ ભરાયા હતા. આજે માત્ર 12 લાખ ફોર્મ ભરાઈ રહ્યા છે. ગુજરાતના યુવાન ગુજરાત છોડી રહ્યો છે. આગામી સમયમાં બેરોજગાર યુવાનોને ન્યાય આપવવા કોંગ્રેસ ઉપવાસ આંદોલન કરશે.
બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થતા કોંગ્રેસના પ્રહાર બિન સચિવાલયની પરીક્ષા રદ થતાં કોંગ્રેસે પ્રહાર કર્યા
બિન સચિવાલયની પરીક્ષા રદ થતાં કોંગ્રેસે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પરીક્ષાનો વહીવટ પૂર્ણ થતા રદ કરવામાં આવી છે. આવનારા સમયમાં નોકરી મેળવવી હોય તો કોંગ્રેસ પાર્ટી છોડો તેવા સોદા કરવામાં આવશે. ગુજરાતના બેરોજગાર યુવાનો આજ ગુજરાત છોડી રહ્યો છે.
આ પણ વાંચો:બિનસચિવાલયની પરીક્ષા રદ કરવા યુથ કોંગ્રેસના ધરણા
યુવાનો બેરોજગાર બન્યા
ગુજરાતમાં પહેલા સરકારી નોકરી માટે 25 લાખ ફોર્મ ભરવામાં આવી રહ્યા હતા. હાલ સરકારી નોકરી માટે 12 લાખ જેટલા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. રાજ્યના યુવાનોને ભાજપ સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છે. ગુજરાત સરકારની પોતાના પક્ષને સાચવવાની નીતિ અને પોતાના રાજકીય રોટલા શેકવાની નીતિના કારણે રાજ્યના યુવાનો બેરોજગાર બન્યા છે.
આ પણ વાંચો:ગેરરીતિ-લડત-તપાસ-જીત...! બિન સચિવાલય પરીક્ષા રદ, ઉમેદવારોમાં આનંદો...
જગદીશ ઠાકોર પત્ર લખશે મુખ્યપ્રધાનને
આગામી સમયમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ જગદીશ ઠાકોર જણાવ્યું હતુ કે,રાજ્ય સરકારને 24 કલાક ઉપવાસ આંદોલન કરવા માટેની મંજૂરી માગવા માટે પત્ર લખશે. સાથે ગુજરાત રાજ્યના બેરોજગાર યુવાનોને ગાંધીનગર આવવાની તેમજ તેમના પર કોઈ પણ પ્રકારની ધરપકડ કે હેરાનગતિ કરવામાં ન આવે તેવી પણ મંજૂરી લેવામાં આવશે. જો આ સમયે રાજ્યના યુવાનો વધારે આવશે તો રાજ્ય સરકારે જવાબ આપવો પડશે.