અમદાવાદના ચાંદખેડા વિસ્તારના INT કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટમાં ફરજ બજાવતી યુવતીને ઇન્સ્ટિટ્યૂટના મેનેજરે ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યુ હતું. ત્યારપછી મેનેજર મનીષ બારોટે વારંવાર શારીરિક સંબંધની માંગણી ચાલુ રાખી હતી. આ ઉપરાંત, ઈન્સ્ટીટયુટના ડાયરેકટરે પણ સંસ્થાની બદનામી ના થાય તે માટે પોલીસ ફરિયાદ નહી કરવા દબાણ કર્યુ હતુ. જો તે ફરિયાદ કરશે તો ફોટો વાયરલ કરી મનિષને સાથ આપવાની ધમકી આપી હતી.
સાથી મહિલા કર્મચારી પર દુષ્કર્મ કરનાર મેનેજરની ધરપકડ, ડાયરેકટર પોલીસ પકડથી દુર
અમદાવાદઃ ચાંદખેડા વિસ્તારમાં INT કોમ્પ્યુટર ઇન્સ્ટિટ્યૂટ આવેલુ છે. આ ઈન્સ્ટીટયુટમાં 7 વર્ષથી કામ કરતી યુવતીને મેનેજરે દુષ્કર્મનો શિકાર બનાવી હતી. પર્સનલ તસવીરો વાયરલ કરવાની ધમકી આપી તેણે આ પાપકાર્ય આચર્યુ હતું. જેની ફરિયાદ યુવતીએ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, આરોપીને પ્રોત્સાહન આપનાર ઈન્સ્ટીટયુટના ડાયરેકટરને પકડવાની તજવીજ હાથ ધરી છે.
AHD
જેથી યુવતીએ બંન્ને વિરુધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાની તપાસ કરી બળાત્કારી મનિષ રાઠોડની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. જેની પશ્ચિમ મહિલા પોલીસે ધરપકડ કરી છે તેમજ ઈન્સ્ટીટયુટનાં ડાયરેકટર અજય વ્યાસની ધરપકકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.