- ગુજરાત હાઇકોર્ટમાં 7 વકીલની જજ તરીકે નિમણૂક કરવામાં આવી
- સાત જજ પૈકી બે મહિલાઓની કરાઈ પસંદગી
- સુપ્રીમ કોર્ટ કોલેજીયમે લગાવી હતી મહોર
અમદાવાદ : સુપ્રીમ કોર્ટના કોલેજીયમે (Collegium of Supreme Court) ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court )માં બે મહિલા સહિત 7 વકીલની જજ તરીકે નિમણૂક ઉપર પસંદગી આપી છે. આ પસંદગીમાં મહિલા તરીકે મોના મનીષ ભટ્ટ અને નિશા મહેન્દ્ર ઠાકોરની પસંદગી થઇ છે, જ્યારે અન્ય 5 વકીલ જજ તરીકે સમીર દવે, હેમંત પ્રચ્છાક, સંદીપ ભટ્ટ, અનિરુદ્ધ માયી, અને નિરલ મહેતાની પસંદગી કરવામાં આવી છે.
હાઇકાર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે આર. એમ. છાયા
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તેમજ જસ્ટિસ બેલાબહેન એમ ત્રિવેદીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઇ ચૂકી છે. જસ્ટિસ બેલાબહેન સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે નિવૃત્ત થનારા પ્રથમ ગુજરાતી મહિલા જજ બન્યા છે. આ ઉપરાંત, ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે હાલ જસ્ટિસ આર. એમ. છાયા જવાબદારી નિભાવી રહ્યા છે.