ગુજરાત

gujarat

ETV Bharat / city

ચૂંટણીને લઈને અમદાવાદમાં તૈયારીઓ પૂર્ણઃ કલેક્ટર

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, ત્યારે આવતી કાલે શનિવારે વિવિધ બૂથ પર EVM પહોંચાડવાની કામગીરી કરવામાં આવશે. આ અંગે ETV BHARATના સંવાદદાતાએ અમદાવાદના કલેક્ટર સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં કલેક્ટરે જણાવ્યું કે, અમદાવાદના લોકોએ કયા મતદાન મથક પર મતદાન કરવા જવાનું છે, તે માટે સોસાયટીના ગેટ ઉપર માહિતી મુકવામાં આવશે. આ સાથે મતદારોને પડતી તકલીફો દૂર કરવા તંત્ર દ્વારા એક કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે.

ETV BHARAT
અમદાવાદના કલેક્ટર સાથે વાતચીત

By

Published : Feb 19, 2021, 3:45 PM IST

  • કોરોના દર્દી માટે અલગ વ્યસવસ્થા કરાઈ
  • 4,536 બૂથ સેનિટાઇઝ કરાશે
  • વિવિધ 16 સ્થળોએ EVM ડિસ્પેચ અને રીસીવીંગની કામગીરી

અમદાવાદઃ રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીને આ઼ડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ETV BHARATની ટીમે અમદાવાદના કલેક્ટર સાખે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતી કાલે શનિવારે અમદાવાદના 4,536 બૂથ પર EVM પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે જ તેમણે જણાવ્યું તે, અમદાવાદીઓને મતદાન માટે પડતી મુશ્કેલીથી દૂર રાખવા માટે તંત્ર દ્વારા એક કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક લોકો ફોન કરીને માહિતી મેળવી શકશે.

અમદાવાદના કલેક્ટર સાથે વાતચીત

કોરોના પોઝિટિવ દર્દી છેલ્લા કલાકમાં મતદાન કરી શકશે

કલેક્ટર સંદિપ સાંગલેએ વધુમાં જણાવ્યું હતું કે, આવતી કાલે શનિવારે અમદાવાદના તમામ બૂથ સેનિટાઈઝ કરવામાં આવશે. આ સાથે જ કોરોના પોઝિટિવ દર્દીના મતદાન અંગે તેમણે જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ દર્દી પોતાના સાધન અથવા એમ્બુલન્સમાં મતદાન કરવા આવી શકશે, પરંતુ કોરોના પોઝિટિવ દર્દીએ મતદાન આપવા આવવા સમયે PPE કીટ પહેરવી જોઈશે. વધુમાં તેમણે જણાવ્યું કે, દર્દીઓ છેલ્લી કલાક 5થી 6માં જ મતદાન કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details