- CM રૂપાણીના પત્નીએ લીધી વેક્સિન
- લોકોએ પણ લેવી જોઈએ કોરોના રસીઃ અંજલિ રૂપાણી
- દેશ સામે લડવા ખુબજ જરૂરી છે કોરોના રસી
ગાંધીનગરઃ દેશમાં આજથી કોરોના વેક્સિનેશનનો નવા તબક્કાનો પ્રારંભ થયો છે. જેમાં 60 વર્ષથી વધુ વયના વ્યક્તિને કોરોના વેક્સિન આપવામાં આવશે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ પણ વહેલી સવારે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
CM વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીએ લીધી કોરોના વેક્સિન રાજ્યની 2195 સરકારી અને 536 ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ
વેક્સિનેશનના નવા તબક્કામાં 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનોને રસી આપવામાં આવશે. આ માટે કોવિડ ટૂ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ પર જઈને નોંધણી કરાવી શકાય છે. રાજ્યમાં આવા નાગરિકોની સંખ્યા 60 લાખથી વધુ છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વૃદ્ધોને પોતાના ક્રમ પ્રમાણે વેક્સિન લેવાનો આગ્રહ કર્યો છે. રાજ્યની 2195 સરકારી અને 536 ખાનગી હોસ્પિટલમાં વેક્સિનેશનની પ્રક્રિયા આજથી સોમવારથી ચાલુ કરવામાં આવી છે.
મુખ્યપ્રધાનની પત્નીએ તમામ લોકોને રસી લેવા કરી અપીલ
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્નીને જ્યારે કોરોના રસી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, દેશમાં કોરોના વાઈરસની મહામારીના કારણે અનેક લોકો આર્થિક અને અનેક તકલીફોથી પીડાયા છે, ત્યારે દેશમાં કોરોના વાઇરસની રસી જ્યારે આવી ગઈ હોય ત્યારે તે લેવી ખૂબ જરૂરી છે, કારણ કે કોરોના સામે લડવું હશે તો કોરોનાની રસી ખૂબ જરૂરી છે અને અફવાઓથી દુર રહીને કોરોના રસી મૂકાવવા માટે તમામ લોકોને હું આગ્રહપૂર્વક અપીલ કરી રહી છું. કોરોના વાઈરસની આ જંગમાં ખભેથી ખભો મિલાવીને લડવું ખૂબ જરૂરી છે.
CM વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીએ લીધી કોરોના વેક્સિન