ગુજરાત

gujarat

By

Published : Nov 28, 2019, 4:38 PM IST

Updated : Nov 28, 2019, 6:29 PM IST

ETV Bharat / city

CM રૂપાણીએ 168 પોસીલકર્મીનું પોલીસ ચંદ્રકથી સન્માન કર્યું

અમદાવાદ: ગુજરાત પોલીસની કામગીરીએ સમગ્ર દેશમાં રાજ્યનું ગૌરવ વધાર્યું છે. રાજ્યમાં પ્રજા અને પોલીસ વચ્ચે સંવાદિતાથી સામાજીક સૂલેહ-શાંતિ ઉચ્ચકક્ષાએ છે. પોલીસ ચંદ્રક અલંકરણ જવાનોને પ્રેરણા, જુસ્સો અને નૈતિક બળ પુરુ પાડશે. ગુજરાતનો ક્રાઇમ રેટ સૌથી ઓછો છે. અપરાધ આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢી નશ્યત કરવાની ફરજપરસ્તી ગુજરાત પોલીસની શાન છે. ક્રાઇમમાં ટેકનોલોજીના ઉપયોગના પડકારો સામે ગુજરાત પોલીસ અદ્યતન ઉપકરણો-ટેકનોસેવી પોલીસ બળથી સજ્જ-ધજ્જ છે.

CM Rupani honors 168 Police officer with medal
CM રૂપાણીએ 168 પોસીલકર્મીનું પોલીસ ચંદ્રકથી સમ્માન કર્યું

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, ગુજરાતની સર્વાંગી વૈશ્વિક વિકાસ યાત્રાના પાયામાં રાજ્યની સુદ્રઢ અને સંગીન કાયદો વ્યવસ્થાની સ્થિતી રહેલી છે. જેથી ગુજરાતનો કાયદો વ્યવસ્થા, સુરક્ષા-સલામતિની સ્થિતીની નોંધ સમગ્ર દેશમાં લેવાય છે. ભારતભરમાં ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા એવી વધી છે કે, અપરાધ આચરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢી સજા આપવાની, નશ્યત કરવાની સજ્જતા-દક્ષતા ગુજરાત પોલીસમાં છે.

CM રૂપાણીએ 168 પોસીલકર્મીનું પોલીસ ચંદ્રકથી સમ્માન કર્યું

ગુજરાત પોલીસ દળના 168 જેટલા અધિકારીઓ-કર્મયોગીઓને તેમની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા માટે 2014થી 2019ના પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ અવસરે જાહેર થયેલા પોલીસ ચંદ્રક અમદાવાદમાં યોજાયેલા ગૌરવશાળી સમારોહમાં એનાયત કર્યા હતા.

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહ, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, ગૃહના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગતાસિંહ આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતા.

મુખ્યપ્રધાને જણાવ્યું કે, શહેરી વિસ્તારમાં વસતી ગીચતા વધી રહી છે. પોલીસ વિભાગ દ્વારા આવા અનેક પડકારોને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં થનારા શક્ય અપરાધોને નિવારવા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. અદ્યતન ઉપકરણોના ઉપયોગથી હવે, અપરાધ આચરવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરનારા તત્વોને પણ શોધી કાઢવાનો પડકાર ઝિલવા સક્ષમ છે.

CMએ કહ્યું કે, માથાભારે તત્વોને કારણે ઘણીવાર સમાજમાં ભયનો માહોલ ફેલાઇ છે, આવા સમયે લોકોને સુરક્ષા પૂરી પાડવી તથા કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવું પોલીસની ફરજ બનતી હોય છે. ગુજરાત પોલીસની કડપ અને છાપ જ એવી છે કે, સામાન્ય માનવીને પણ સુરક્ષિતતાનો અહેસાસ સતત થતો રહે છે.

પોલીસ પ્રજાના મિત્ર તરીકે પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદિતા રચાઇ છે. ગુજરાત પોલીસે પ્રોપીપલ પોલીસીંગનો જે અભિગમ અપનાવ્યો છે. તે પ્રજા-પોલીસને વધુ નજીક લાવે છે એમ પણ તેમણે પોલીસ દળની કામગીરીની સરાહના કરતાં જણાવ્યું હતું.

મુખ્યપ્રધાને જણાવ્યું કે, કોમી તણાવ હવે રાજ્યમાં ભૂતકાળ બની ગયો છે. નાગરીકોને સલામતી અને સુરક્ષા પ્રદાન કરવામાં ગુજરાત પોલીસ સંપૂર્ણપણે સફળ નીવડી છે. આજે જે પોલીસ જવાનોને ચંદ્રક એનાયત થયા છે, તેઓનો જુસ્સો વધશે સાથે જ પોલીસ વિભાગના અન્ય કર્મી-અધિકારીઓ માટે પણ તેઓ પ્રેરણારૂપ બની રહેશે અને વિભાગને નવું નૈતિક બળ મળશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ દળમાં 2014 થી 2019ના વર્ષો દરમિયાન 9 પોલીસ અધિકારી-કર્મીઓને પ્રજાસત્તાક દિવસે તેમજ 9 જવાનોને સ્વાતંત્ર્ય દિવસે એમ કુલ-18 અધિકારી-કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ પદક જાહેર કરવામાં આવ્યા હતા તથા ગણતંત્ર દિવસે 58 અને સ્વાતંત્ર્ય દિવસે 92 પોલીસ પદક પણ જાહેર કરાયા તે પદક ગુરૂવારે અર્પણ થયા હતા.

Last Updated : Nov 28, 2019, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details