- કમલમમાં જશ્નનો માહોલ
- કોંગ્રેસ કાર્યાલય પર છવાયો સન્નાટો
- ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ
અમદાવાદ : ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિજયની ઉજવણી શરૂ થઈ ગઈ છે. જેમ-જેમ પરિણામો આવી રહ્યા છે, તેમ-તેમ ભાજપના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની ભીડ એકઠી થવા લાગી છે. આ સાથે જ નેતાઓ પણ એક પછી એક કમલમ પહોંચી રહ્યાં છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ પણ કમલમ ખાતે પહોંચ્યા છે. અત્યારના ચૂંટણી પરિણામો પર એક નજર નાંખીએ તો ધારી બેઠકમાં 9 રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થયા બાદ ભાજપ 2700 મતથી આગળ ચાલી રહ્યું છે.
લીબંડીમા ભાજપના ઉમેદવાર 15,550 મતથી આગળ
જ્યારે કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ, ડાંગમાં ભાજપના વિજય પટેલ, કપરાડામાં ભાજપના જીતુ ચૌધરી, લીંબડીમાં ભાજપના ઉમેદવાર 15,550 મતથી આગળ, જ્યારે અબડાસામાં 10 રાઉન્ડના અંતે ભાજપ 11000 મતથી આગળ ચાલી રહ્યું છે.
3 વાગ્યા સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઇ જવાની શક્યતા
ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં કુલ 25 મથકો પર મત ગણતરી હાથ ધરાઇ રહી છે. ત્યારે તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષ સહિત 81 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો આજ બપોર સુધીમાં ફેંસલો થઇ જશે. આપને જણાવી દઈએ કે, રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપતા પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી. પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ છોડી ચૂકેલા 5 ધારાસભ્યોને ભાજપને ફરીથી મેદાનમાં ઉતાર્યા હતા.