અમદાવાદઃ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી (Azadi ka Amrit Mahotsav) ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે (15 ઓગસ્ટે) ગુજરાત હાઈકોર્ટમાં પણ સ્વતંત્રતા દિવસની (Indian Independence Day 2022) ભવ્ય ઉજવણી કરવામાં આવી (Flag hoisting at Gujarat High Court) હતી. આ પ્રસંગે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે રાષ્ટ્રધ્વજ (Gujarat High Court Chief Justice Arvind Kumar) ફરકાવ્યો હતો.
આ પણ વાંચોકલાકારોની મહેનતને જોઈ વર્લ્ડ બૂક ઑફ રેકોર્ડની ટીમ આવી પહોંચી આ શહેરમાં
CJએ આપ્યો સંદેશ આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે (Gujarat High Court Chief Justice Arvind Kumar) સૌને 76મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ તેમણે સંદેશ આપતા જણાવ્યું હતું કે, પોતાના મૂળભૂત અધિકારોની (Fundamental Rights of people) તમામ લોકોને જાણ થાય અને તેઓ પોતાના અધિકાર અંગે જાગૃત બને તેમ જ ન્યાયની પ્રણાલીમાં વિશ્વાસ રાખે.
આ પણ વાંચોરાષ્ટ્રધ્વજના રંગમાં રંગાઈ દરગાહ
સારી સિસ્ટમ વિકસાવાશે ચીફ જસ્ટિસે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના ન્યાયતંત્ર દ્વારા અને બાર કાઉન્સિલના સભ્યો સાથે ચર્ચા કરીને હાલ કરતાં વધારે સારી રીતે સિસ્ટમ વિકસાવવામાં આવશે. આનાથી કેસના નિકાલ સરળતાથી થઈ શકે અને લોકોને ઝડપી ન્યાય મળે. મહત્વનું છે કે, આ વર્ષે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga) હેઠળ દરેક શેરી મહોલ્લા, શાળા અને કોલેજોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે.