- શહેરમાં બે નવા અત્યાધુનિક પોલીસ સ્ટેશનનું ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઉદ્ઘાટન
- 4.63 કરોડના ખર્ચે બે પોલીસ સ્ટેશન તૈયાર કરાયા
- અત્યાધુનિક પોલીસ સ્ટેશન તૈયાર કર્યા હોવા છતાં CCTV કેમેરા ન દેખાયા
અમદાવાદ: શહેરમાં ગઈકાલે બે નવા પોલીસ સ્ટેશનોના નવ નિર્માણ માટે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. જેમાં પાલડી પોલીસ સ્ટેશન અને ચાંદખેડા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, નવા બનેલા આ બંને પોલીસ સ્ટેશન હાઈટેક પોલીસ સ્ટેશન છે. પાલડી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લિફ્ટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે-સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવવમાં આવેલો છે. જેથી કરીને એવા મહિલા પોલીસ કર્મીઓ હોય કે જેમના નાના બાળકો હોય તો તેવી મહિલાઓ પોતાના બાળકોને પોલીસ સ્ટેશન લાવવામાં પણ સહેજ પણ ખચકાટ અનુભવે નહીં અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરનારી મહિલા પોલીસ કર્મીઓ સાનુકૂળતાથી પોતાની ફરજ નિભાવી શકે.
આ પણ વાંચો:મોરબીમાં રેન્જ IGએ પોલીસ સ્ટેશન અને કૅન્ટીનનું ઉદ્ધાટન કર્યું