- કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેનો અમદાવાદના પ્રવાસે
- સરકારની સિદ્ધિઓ અંગે પત્રકારો સાથે વાતચીત કરી
- વેકસીન અંગે પણ આપ્યું નિવેદન, જીવતા રહેવા માટે વેકસીન અનિવાર્ય
અમદાવાદઃ કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેના અમદાવાદના પ્રવાસ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો જ આંદોલન કરી રહ્યા છે, તેઓ કાયદો પાછો ખેંચવા માટે વાત કરી રહ્યા છે. પરંતુ સરકાર કાયદો પાછો નથી ખેંચવાની, તેમ છતાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પરંતુ જો દરેક કાયદાઓને પાછા ખેંચવાના થાય તો સંવિધાનનો કોઈ મતલબ રહેતો નથી, તે અંગે રામદાસ આઠવલે એ પ્રકારનું નિવેદન આપ્યું હતું.
AIMIM ગુજરાતમાં ચૂંટણી લડશે તો ફાયદો ભાજપને જ થશે
એ.આઈ.એમ.આઈ.એમ ગુજરાતમાં ચૂંટણી લડવાની તૈયારીમાં છે. ત્યારે તે અંગે કેન્દ્રીય પ્રધાનને પૂછતાં તેમણે જણાવ્યું કે, જો ગુજરાતમાં એ.આઈ.એમ.આઈ.એમ ચૂંટણી લડશે તો તેનો ફાયદો ભાજપને જ થશે.
લવ જેહાદના કાયદા વિશે પણ કરી ચર્ચા
લવ જેહાદ અંગે રામદાસને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં જ્યારે લવજેહાદના કાયદા માટેની વાતો કરવામાં આવી રહી છે. લવ જેહાદ કાયદો એટલે કે કોઈ પણ હિંદુ અથવા મુસ્લિમ ધર્મ બદલાવવાની જરૂર નથી, પરંતુ જો કોઈ પણ વ્યક્તિ બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવે તો તેના પર જ આ કાયદો લાગુ પડશે. આ ઉપરાંત કોરોના વેકસીન અંગે રામદાસ આઠવલે નિવેદન આપ્યું કે જીવતા રહેવા માટે વેકસીન ખૂબ જ આવશ્યક રહેશે. જો કે વેક્સિન આવ્યા બાદ રામદાસ આઠવલેએ એ વેકિસન લેવી કે નહિ તે ત્યારબાદ નક્કી કરશે.
કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે અમદાવાદના પ્રવાસે, લવજેહાદ, વેકિસનેશન અને કૃષિ કાયદા પર કરી વાત
કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે અમદાવાદના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કોરોના વેકિસન, લવજેહાદ તેમજ કૃષિ કાયદા અંગે વાત કરી હતી.
cx
Last Updated : Jan 7, 2021, 11:52 AM IST