ગુજરાત

gujarat

ETV Bharat / city

CCTV of AAP protest at Kamalam: ભાજપે આમ આદમી પાર્ટીના CCTV ફૂટેજ જાહેર કર્યા

ભાજપે CCTV ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં કેવી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકરો (CCTV of AAP protest at Kamalam) જબરજસ્તી ભાજપના પ્રદેશ કાર્યાલયમાં વિરોધ કરવા ઘુસી આવ્યા તે દેખાઈ આવે છે. જો કે, ભાજપે બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે થયેલ ઘર્ષણ અને ઈશુદાને કરેલ કથિત છેડતી જેવા CCTV ફૂટેજ જાહેર કર્યા નથી. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીનો પ્રાથમિક મેડિકલ રિપોર્ટ નેગેટીવ આવેલ છે, એનો મતલબ કે પ્રાથમિક રિપોર્ટમાં તેમણે કોઈ જ નશો કર્યો નથી, એવું જાણવા મળ્યું છે.

CCTV of AAP protest at Kamalam: ભાજપે આમ આદમી પાર્ટીના CCTV ફૂટેજ જાહેર કર્યા
CCTV of AAP protest at Kamalam: ભાજપે આમ આદમી પાર્ટીના CCTV ફૂટેજ જાહેર કર્યા

By

Published : Dec 20, 2021, 7:56 PM IST

અમદાવાદ: હેડ કલાર્ક પેપર લીક મુદ્દે વિરોધ નોંધાવવા આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ ઈસુદાન ગઢવી(Isudan gadhvi at kamalam cctv), ગોપાલ ઇટાલીયા અને પાર્ટી કાર્યકરો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસને જાણ થતા પોલીસે ભાજપના કાર્યાલયમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરોને દૂર કરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો ઘવાયા હતા.

CCTV of AAP protest at Kamalam: ભાજપે આમ આદમી પાર્ટીના CCTV ફૂટેજ જાહેર કર્યા

ઘટનામાં છેડતીના આક્ષેપથી વળાંક

જો કે, આ સંપૂર્ણ ઘટનાક્રમમાં એક નવો જ વળાંક આવ્યો છે. પ્રદેશ ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા ઈશુદાન ગઢવી ઉપર નશાની હાલતમાં છેડતી કરવાનો આક્ષેપ મુકયો હતો. સાથે જ ભાજપે CCTV ફૂટેજ (BJP released CCTV footage of Aam Aadmi Party)જાહેર કર્યા છે, જેમાં કેવી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકરો જબરજસ્તી ભાજપના પ્રદેશ કાર્યાલયમાં વિરોધ કરવા ઘુસી આવ્યા તે દેખાઈ આવે છે.

CCTV of AAP protest at Kamalam: ભાજપે આમ આદમી પાર્ટીના CCTV ફૂટેજ જાહેર કર્યા

કેજરીવાલે કરી ટીકા

જો કે, ભાજપે બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે થયેલ ઘર્ષણ અને ઈશુદાને કરેલ કથિત છેડતી જેવા CCTV ફૂટેજ (CCTV of AAP protest at Kamalam) જાહેર કર્યા નથી. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીનો પ્રાથમિક મેડિકલ રિપોર્ટ નેગેટીવ આવેલ છે, એનો મતલબ કે પ્રાથમિક રિપોર્ટમાં તેમણે કોઈ જ નશો કર્યો નથી, એવું જાણવા મળ્યું છે. બીજી તરફ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લોકશાહીના અવાજને દબાવવાનો અને ગુંડાગીરીની ભાજપ પર આક્ષેપ મૂક્યો છે.

CCTV of AAP protest at Kamalam: ભાજપે આમ આદમી પાર્ટીના CCTV ફૂટેજ જાહેર કર્યા

આ પણ વાંચો:Head Clerk Paper Leak : આમ આદમી પાર્ટી દ્વારા કમલમના ઘેરાવ સામે પોલીસનો લાઠીચાર્જ

આ પણ વાંચો:Center sent alert to punjab govt : કેન્દ્રએ પંજાબ સરકારને સાવધાન રહેવા તાકીદ કરી ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા કહ્યું

ABOUT THE AUTHOR

...view details