- નિયમો ફક્ત સામાન્ય જનતા માટે જ
- રાજકારણીઓ કરી રહ્યાં છે નિયમોનું ઉલ્લંઘન
- પ્રજાને દંડ નેતાઓને છૂટછાટ
- સલાહ આપનારા જ કરી રહ્યાં છે નિયમોનો ભંગ
AMC વિપક્ષ નેતા કમળા ચાવડાને શુભેચ્છા આપવા દરમિયાન નિયમોનો ભંગ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકે કમળા ચાવડાની નિમણૂક કરવામાં આવી હતી. આજે શનિવારથી કમળાબેન વિપક્ષના નેતા તરીકે ચાર્જ સંભાળ્યો હતો. જો કે, તેમને શુભકામનાઓ પાઠવવા આવેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા હતા.
AMC વિપક્ષ નેતા કમળા ચાવડાને શુભેચ્છા આપવા દરમિયાન નિયમોનો ભંગ
અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ વડા તરીકે નિમણૂક પામેલાં કમળા ચાવડા AMC ચાર્જ સંભાળવા આવ્યા, ત્યારે સોશિયલ ડિસ્ટેન્સ અને માસ્ક માટેના નિયમોનું છડેચોક ઉલ્લંઘન થયું દેખાયું હતું. મહત્વની વાત તો એ છે કે પોલીસ કર્મચારીઓ હાજર હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન થયું હતું, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ પાસેથી કોઈપણ પ્રકારનો દંડ વસૂલ કરવામાં આવ્યો નહોતો.