અમદાવાદઃ શહેરની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં ગૃહ સચિવ સંગીતા સિંહ અને અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી સહિતના અધિકારીઓએ SVP હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી. આ તપાસમાં FSL અને ફાયર ટીમના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
IAS અધિકારીઓ SVP હોસ્પિટલ પહોંચ્યા ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગના કારણો જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, CM રૂપાણીએ IAS અધિકારી સંગીતા સિંહ અને મુકેશ પુરીને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપી છે. આ સાથે જ 3 દિવસમાં તપાસનો રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યો છે. જેને લઈ બન્ને અધિકારી SVP હોસ્પિટલમાં પહોંચ્યા છે. જ્યાં બન્ને અધિકારીઓ વચ્ચે બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
અગ્નિકાંડને લઈ બન્ને IAS અધિકારીઓ SVP હોસ્પિટલ પહોંચ્યા શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આખરે અમદાવાદ મહાનગરપાલિકા જાગ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને હવે શહેરની 66 કોવિડ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે. જેમાં ફાયર વિભાગ દ્વારા તમામ 66 હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિત અન્ય જરૂરી સુવિધાઓ છે કે કેમ તે મુદ્દે ચકાસણી શરૂ કરવામાં આવી છે, ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે બન્ને IAS અધિકારીઓ ઘટનાને ધ્યાનમાં રાખી કોઈ ભીનું સંકેલવાના મૂડમાં પણ જણાતા નથી.