ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા વિવિધ કાર્યક્રમ યોજશે, રાજ્યમાં 1,000 કિલોમીટરથી વધુની મેરેથોન દોડ યોજાશે

દેશભરમાં આવતીકાલે 15મી ઓગસ્ટ (15th august) એટલે કે દેશનો સ્વતંત્ર દિવસ છે. ત્યારે સમગ્ર દેશમાં સ્વતંત્ર દિવસ (Independence Day)ની ઉજવણી માટેની તૈયારી ચાલી રહી છે. દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ (Amrut Mahotsav of Independence)ની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. તો હવે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા (Bharatiya Janata Party Youth Front)ના સભ્યો પણ વધુને વધુ યુવાનો આ મહોત્સવમાં ભાગ લે તેવા પ્રયાસ કરી રહ્યા છે. એટલે ભાજપ યુવા મોરચા આ અંગે આયોજન કરી રહ્યો છે.

રાજ્યમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા વિવિધ કાર્યક્રમ યોજશે, રાજ્યમાં 1,000 કિલોમીટરથી વધુની મેરેથોન દોડ યોજાશે
રાજ્યમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા વિવિધ કાર્યક્રમ યોજશે, રાજ્યમાં 1,000 કિલોમીટરથી વધુની મેરેથોન દોડ યોજાશે

By

Published : Aug 14, 2021, 4:29 PM IST

  • દેશમાં ઉજવાઈ રહ્યો છે આઝાદીનો અમૃત મહોત્સવ
  • યુવાઓને આ કાર્યક્રમમાં જોડવા ભાજપ સક્રિય
  • રાજ્યમાં મેરેથોન અને સાયકલિંગનું આયોજન

અમદાવાદઃ દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા યુવાનો આ મહોત્સવમાં ભાગ લે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, આપણી આઝાદીમાં ક્રાંતિકારીઓનો અમૂલ્ય ફાળો છે. તે બધું જ સરકાર કરી શકતી નથી. માટે રાષ્ટ્રનિર્માણમાં લોકભાગીદારી અને ખાસ કરીને યુવાનોની ભાગીદારીની જરૂર છે.

આ પણ વાંચો-વડોદરાના સંગ્રહકારે દેશની આઝાદી સમયની દુર્લભ ચીજવસ્તુઓની કરેલી સાચવણી બની આકર્ષણનું કેન્દ્ર

આજે યુવા મોરચાની 256 જગ્યાએ મશાલ રેલી

ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ભાજપ યુવા મોરચા (Bharatiya Janata Party Youth Front)એ 750 રક્તદાન કેમ્પનું (Blood Donation Camp) આયોજન કર્યું છે, જેમાં 30,000 લોહીની બોટલ એકત્ર કરવામાં આવી છે. જ્યારે કોરોનાના સમયગાળામાં સમગ્ર રાજ્યમાં 150થી વધારે આઈસોલેશન સેન્ટર (Isolation Centre) બનાવવામાં આવ્યા હતા. 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને આઝાદીની પૂર્વ સંધ્યાએ રાજ્યમાં 256 જેટલી જગ્યાએ મશાલ રેલી (Mashal Rally) યોજવામાં આવશે.

દેશમાં ઉજવાઈ રહ્યો છે આઝાદીનો અમૃત મહોત્સવ

આ પણ વાંચો-14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાશે, ભુલી નહી શકાય દેશના વિભાજનનું દુખ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

15મી ઓગસ્ટે રાજ્યમાં કુલ 1,000 કિલોમીટરથી વધુની મેરેથોન

15મી ઓગસ્ટે યુવાઓને લગતી યોજનાઓને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi) સંબોધન સાંભળવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય યુવા મોરચાએ નક્કી કર્યું છે કે, સવારે 7.50 વાગ્યે દરેક ક્ષેત્રમાંથી રાષ્ટ્રગાન ગવાશે. આ માટે 300 જગ્યાએ 30,000થી વધુ યુવાનો તેમાં જોડાશે. આ ઉપરાંત 15 ઓગસ્ટના રોજ સાયકલિંગ અને મેરેથોનનું (Cycling and marathons) આયોજન કરાયું છે. ગુજરાતમાં 134 સ્થાનો પર તેનું આયોજન થશે, જેમાં 127 સ્થાન પર મેરેથોન અને 7 સ્થાન પર સાયકલિંગ થશે. મેરેથોન દોડ 7.5 કિલોમીટરની હશે. સમગ્ર ભારતમાં 5,000 કિલોમીટરથી વધુ મેરેથોન દોડનું આયોજન થશે. એકલા ગુજરાતમાં 1,000 કિલોમીટરથી વધુની મેરેથોન દોડનું આયોજન થશે.

ABOUT THE AUTHOR

...view details