અમદાવાદઃ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનાં સંદર્ભમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટેનાં ચુકાદાને સહર્ષ આવકાર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે આ ચુકાદાથી ભૂપેન્દ્રસિંહ તેમજ ભારતીય જનતા પાર્ટી અને રાજય સરકાર માટે રાહતના સમાચાર છે.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટેના ચુકાદાને ભાજપે આવકાર્યો
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનાં સંદર્ભમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટેનાં ચુકાદાને સહર્ષ આવકાર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે આ ચુકાદાથી ભૂપેન્દ્રસિંહ તેમજ ભારતીય જનતા પાર્ટી અને રાજય સરકાર માટે રાહતના સમાચાર છે.
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ધોળકા ક્ષેત્રના વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડનાર અને જીતનાર રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે કોંગ્રેસના હરીફ ઉમેદવારે મતગણતરીમાં ગોલમાલનો આક્ષેપ કર્યો હતો. જેનો ચુકાદો હાઈકોર્ટે આપતા ધોળકા વિધાનસભાની ચૂંટણી રદબાતલ ઠેરવી હતી. જે ભાજપ માટે એક મોટા ફટકા સમાન હતો. પરિણામે ભાજપે હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે હાલ હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે મૂક્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપતા આવકાર્યો છે. પરંતુ સામાન્ય પ્રજાજનોમાં ચૂંટણીની નિષ્પક્ષતા પ્રત્યે મત-મતાંતરો પ્રવર્તે છે.