ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની લઈને સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. જેનું જાહેરનામું 1 ફેબ્રુઆરીએ પડશે. રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ ગુજરાતમાં 06 મહાનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતનું સૌથી મોટું કોર્પોરેશન છે. જેમાં ગત 15 વર્ષથી ભાજપનું શાસન છે.

Local body elections
Local body elections

By

Published : Jan 24, 2021, 3:02 PM IST

  • ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને સેન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ
  • નારણપુરા વોર્ડ ખાતે નિરીક્ષકો અને કાર્યકરો ઉપસ્થિત
  • સંભવિત ઉમેદવારોના બાયોડેટા નિરીક્ષકોને સોંપાયા

અમદાવાદ : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. જેનું જાહેરનામું 1 ફેબ્રુઆરીએ પડશે. રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ ગુજરાતમાં 06 મહાનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતનું સૌથી મોટું કોર્પોરેશન છે. જેમાં ગત 15 વર્ષથી ભાજપનું શાસન છે.

ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની લઈને સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ

ભાજપે સૌથી પહેલા ચૂંટણીઓને લઈને તૈયારી કરી

ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરીથી વિજય મેળવવા ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જોકે, વિધાનસભાની પેટા ચૂંટણી બાદ તુરંત જ પ્રદેશ સંગઠન દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને માઈક્રો લેવલે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેની અસર ચૂંટણીઓમાં બૂથ લેવલે જોવા મળશે. રવિવારે અમદાવાદના નારણપુરા વોર્ડમાં નિરીક્ષકો સંભવિત ઉમેદવાર નક્કી કરવાની પ્રાથમિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે મોડી સાંજ સુધી ચાલશે. અહીં મોટાપાયે નારણપુરા વોર્ડના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યકરોએ પોતાના બાયોડેટા નિરીક્ષકોને સુપરત કર્યા

કાર્યકરોએ પોતાના બાયોડેટા નિરીક્ષકોને સુપરત કર્યા

ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની વિગતો અને ફોટા સાથેના બાયોડેટા નિરીક્ષકોને સુપરત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરી સુધીમાં પાર્લામેન્ટરિંગ બોર્ડની બેઠક મળશે. જેમાં નિરીક્ષકો ઉમેદવારોને લઈને સેન્સ આપશે. આ બેઠકમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. ત્યારબાદ ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

સંભવિત ઉમેદવારોના બાયોડેટા નિરીક્ષકોને સોંપાયા

પ્રદેશ મીડિયા કન્વીનર યગ્નેશ દવેએ આપ્યા ETV BHARATના પ્રશ્નોના જવાબ

પ્રશ્ન -ભાજપમાં ધારાસભ્યો અને કોર્પોરેટર્સ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. તે વિશે શું કહેશો?

જવાબ -ભારતીય જનતા પાર્ટી ખૂબ શિસ્તબદ્ધ પાર્ટી છે. ભાજપના કોર્પોરેટર્સ, ધારાસભ્યો અને સાંસદો વચ્ચે કોઈપણ જાતનો ગજગ્રાહ ચાલી રહ્યો નથી. ભાજપના દરેક કાર્યકારનું લક્ષ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારસરણીને આગળ વધારવાનું છે. આ ફક્ત વિરોધી પાર્ટીઓ દ્વારા ફેલાવવામાં આવેલું જુઠ્ઠાણું છે.

પ્રશ્ન - કોર્પોરેશનના ઇલેક્શનમાં નબળી બેઠક પર આ વખતે ભાજપની કેવી સ્ટ્રેટેજી રહેશે?

જવાબ - ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પણ સીટ નબળી નથી. વિકાસના કાર્યો કરવાનું ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે. આ વખતે પણ ભાજપ સૌથી આગળ છે અને ચૂંટણીમાં ભાજપની જીત થશે. ભાજપનો કાર્યકર દરેક વિસ્તારમાં લોકોની વચ્ચે રહ્યો છે.

નારણપુરા વોર્ડ ખાતે નિરીક્ષકો અને કાર્યકરો ઉપસ્થિત

પ્રશ્ન -અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાની પૂરી તાકાતથી ઝંપલાવી રહી છે. ત્યારે ચૂંટણીઓમાં ભાજપ માટે કેટલી પડકારજનક રહેશે?

જવાબ -ભારત એક લોકશાહી દેશ છે, કોઈપણ પાર્ટી અહીં આવીને ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટીના આગમનથી ભાજપને કોઈ પણ નુકસાન થવાનું નથી. પાર્ટીઓ આવશે અને જશે પરંતુ ભાજપને સરકારોના કાર્યો અને પોતાના કાર્યકરો પર પૂરો વિશ્વાસ છે.

ABOUT THE AUTHOR

...view details