કેન્દ્રીય યોજના મુજબ અગામી જૂલાઈથી શરૂ થનારી સદસ્યતા અભિયાનના આયોજન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે. અત્યારના સભ્ય સંખ્યામાં ઓછામાં ઓછા 20 ટકા નવા સભ્યો જોડાવા માટેના કાર્યક્રમોનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે.
ભાજપ કાર્યાલયમાં સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક શરૂ, 20 ટકા નવા સભ્યો જોડવાનો લક્ષ્યાંક
ગાંધીનગર: ભાજપ કાર્યાલય કમલમ ખાતે સદસ્યતા અભિયાને લઈને બેઠક ચાલી રહી છે. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી RSS સહ સંગઠનના મહામંત્રી વિ.સતીશ, મહામંત્રી ભિખુભાઈ દલસાણીયા, નીતિન પટેલ, આર.સી.ફળદુ, ગણપત વસાવા આ બેઠકમાં હાજર છે.
AHD
સદસ્યતા અભિયાન અતંર્ગત જિલ્લા સંયોજક અને અભિયાન લઈને બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખો, જિલ્લા/ મહાનગરોના પ્રભારીઓ સહિત પ્રદેશ મોરચાના મહામંત્રીઓ, લોકસભા બેઠકના પ્રભારી સહિત પ્રદેશ મોરચાના મહામંત્રીઓ, લોકસભા બેઠકના પ્રભારીઓ-ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જ તથા જીલ્લા/મહાનગરના પ્રમુખ મહામંત્રી હાજર પણ હાજર રહ્યા છે.