રેવાડી:હરિયાણા પોલીસે દિલ્હી-જયપુર હાઈવે પર આવેલી જયસિંહપુર ખેડા બોર્ડર પર બેરિકેડ લગાવીને રવિવારે રાત્રે 12 વાગ્યે અમદાવાદથી દિલ્હી જતી ભીમ રૂદન યાત્રાને (Bhim Rudan Yatra) અટકાવી દીધી હતી. જેના કારણે દિલ્હી આવતા-જતા વાહનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભીમ રૂદન રાષ્ટ્રીય રેલી અમદાવાદથી શરૂ થઈને સાંચોર, ગુડામલાણી, સિંધરી, જયપુર થઈને નેશનલ હાઈવે નંબર 48 પર કોટપુતલી થઈ દિલ્હી જઈ રહી હતી. યાત્રામાં જોડાયેલા લોકોએ રાત્રિથી જ હાઈવે પર પડાવ નાખી દીધો (Bhim Rudan Yatra stopped in haryana) હતો.
આ પણ વાંચો :દલિત સમાજે તૈયાર કર્યો 1000 કિલો વજનવાળો સિક્કો, નવા સંસદભવનમાં મૂકવા તૈયારી
સરહદ પર ભારે પોલીસ બંદોબસ્ત :ભીમ રૂદન યાત્રા રવિવારે રાત્રે લગભગ 12 વાગ્યે રાજસ્થાન થઈને જયસિંહપુર ખેડા સરહદે પહોંચી હતી, પરંતુ રેવાડી પોલીસે બોર્ડર પર જ આ યાત્રા અટકાવી દીધી હતી. થોડો સમય યાત્રામાં જોડાયેલા લોકોએ પણ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારે પોલીસ બંદોબસ્તના કારણે યાત્રા આગળ વધી શકી ન હતી. જે બાદ લોકોએ ત્યાં પડાવ નાખ્યો હતો. યાત્રા આગળ ન વધે તે માટે હરિયાણા પોલીસની 3 કંપનીઓ જયસિંહપુર ખેડા બોર્ડર પર તૈનાત કરવામાં આવી છે. રવિવારે યાત્રાના આગમન પહેલા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ બોર્ડર પર પહોંચી ગયા હતા. રાતભર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભારે ફોર્સ સાથે બોર્ડર પર તૈનાત રહ્યા હતા.
ભીમ રૂદન યાત્રાને પોલીસની રોક શાં માટે કાઢવામાં આવી રહી છે યાત્રાઃ1 ઓગસ્ટના રોજ સામાજિક કાર્યકર અને લેખક માર્ટિન મેકવાનના નેતૃત્વમાં ભીમ રૂદન યાત્રા અમદાવાદથી લઈ જવામાં આવી હતી. આ યાત્રામાં દેશના 17 રાજ્યોમાંથી 400 જેટલા લોકો જોડાયા છે. અસ્પૃશ્ય મુક્ત ભારતના સંકલ્પ (Resolution of untouchable free India) સાથે તૈયાર કરાયેલા 1,111 કિલો વજનનો પંચધાતુનો સિક્કો યાત્રામાં સામેલ છે. આ યાત્રા 8 ઓગસ્ટે દિલ્હી પહોંચવાની હતી. જે બાદ આ સિક્કો રાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષને સોંપવાનો હતો. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની તૈયારીઓને કારણે યાત્રાને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. જે બાદ રેવાડીના ડેપ્યુટી કમિશનર અશોક કુમાર ગર્ગે બાવલ વિસ્તારમાં કલમ 144 લગાવી દીધી હતી.
આ પણ વાંચો :ધર્મ જાણવા દલિત યુવકના કપડા ફાડ્યા, અને પ્રાઈવેટ પાર્ટ સાથે...
અસ્પૃશ્યતાનો રોગ યથાવત : આ યાત્રા રવિવાર સાંજ સુધીમાં રેવાડીની સરહદમાં પ્રવેશવાની હતી, પરંતુ તે પહેલા રેવાડી પોલીસે દિલ્હી-જયપુર હાઈવે પર જયસિંહપુર ખેડા બોર્ડર પર બેરિકેડ કરી અને ત્યાં ભારે દળો તૈનાત કરી દીધા હતા. યાત્રાના આયોજકોનું કહેવું છે કે, દેશ આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર આઝાદી અમૃત મહોત્સવની (Azadi Ka Amrit Mahotsav ) ઉજવણી કરી રહ્યો છે, પરંતુ આજે પણ દેશમાં ભેદભાવ-અસ્પૃશ્યતાનો રોગ યથાવત (untouchability free India) છે. આથી તે લોકો પાસેથી એકઠા કરાયેલા સિક્કા દિલ્હીમાં આપવા જઈ રહ્યા છે. તેણે કહ્યું કે, જો પોલીસ તેને રોકશે તો તે 24 કલાક તે જ જગ્યાએ રહેશે અને પરત ફરશે.